શ્રોત: ગ્રામીણ ટુડે ન્યુઝ, તાપી કીર્તનકુમાર
તાપી જિલ્લામાં તા.૭મી માર્ચે યોજાનાર રાજ્ય વેરા નિરીક્ષક વર્ગ-3 પરીક્ષા સંદર્ભે કલેક્ટરની અધ્યક્ષતામાં બેઠક મળી હતી:
તાપી જિલ્લામાં ૧૧ કેન્દ્રોમાં ૧૮૭ બ્લોક્ની વ્યવસ્થા કરાઈ: કુલ ૪૪૭૦ ઉમેદવારો પરીક્ષા આપશે: પરીક્ષા ખંડમાં મોબાઈલ લઈ જવા પર પ્રતિબંધ ફરમાવવામાં આવ્યો:
વ્યારા: આગામી તા.૦૭/૦૩/૨૦૨૧ના રોજ તાપી જિલ્લામાં ૧૧ કેન્દ્રો ખાતે જીપીએસસી દ્વારા લેવાનાર રાજ્ય વેરા નિરીક્ષક વર્ગ-3 પરીક્ષાના સુચારૂ આયોજન માટે કલેક્ટર આર.જે.હાલાણીની અધ્યક્ષતામાં કલેક્ટર કચેરીના સભાખંડમાં આયોગના પ્રતિનીધીઓ, ઝોનલ અધિકારી, તકેદારી સુપરવાઈઝરોની બેઠક મળી હતી.
બેઠકમાં કલેક્ટરશ્રીએ પરીક્ષાના સુચારૂ આયોજન માટે પરીક્ષા સાથે સંકળાયેલ તમામ અધિકારીઓને કેટલાક રચનાત્મક સુચનો કર્યા હતા. ખાસ કરીને વર્તમાન કોરોના સંક્રમણની પરિસ્થિતીને ધ્યાને લઈ પરીક્ષા દરમ્યાન કોવિદ-૧૯ની સરકારની માર્ગદર્શિકાનું સંપૂર્ણ પાલન થાય તેની વિશેષ કાળજી રાખવા જણાવ્યું હતુ. તદઉપરાંત પરીક્ષા કેન્દ્રોનું સેનેટાઈઝ, ઉમેદવારોની બેઠક વ્યવસ્થા, સેનટાઈઝર, વીજળી, પીવાનું પાણી, કાયદો વ્યવસ્થા સહિત પરીક્ષાર્થીઓને આવવા-જવામાં મુસ્કેલી ના પડે તે માટે એસ.ટી.સુવિધા સહિતની આનુસંગિક બાબતો અંગે સબંધિત અધિકારીઓને જરૂરી સુચના આપી હતી.
સમગ્ર રાજ્યમાં તા.૦૭.૦૩.૨૦૨૧ના રોજ જીપીએસસી દ્વારા લેવાનાર રાજ્ય વેરા નિરીક્ષક વર્ગ-3 સ્પર્ધાત્મક પરીક્ષા તાપી જિલ્લામાં ૧૧ કેન્દ્રો ખાતે લેવામાં આવનાર છે. આ માટે કુલ ૧૮૭ બ્લોકની વ્યવસ્થા કરવામાં આવી છે. જેમાં ૪૪૭૦ ઉમેદવારો પરીક્ષા આપશે. પરીક્ષાખંડમાં મોબાઈલ રાખી શકાશે નહી. કોઈ પણ પ્રકારની ગેરરિતી અટકાવવા તથા કાયદો અને વ્યવસ્થા જળવાઈ રહે તે માટે પરીક્ષા કેન્દ્રોની સો મીટરના વિસ્તારમાં ઝેરોક્ષ કોપી સેન્ટરો બંધ રાખવામાં આવશે. બેઠકમાં અધિક કલેક્ટર બી.બી.વહોનીયા, પ્રાંત અધિકારી હિતેષ જોષી,નાયબ પોલીસ વડા સંજય રાય, શિક્ષણ નિરીક્ષક દીનેશ ચૌધરી સહિત સંલગ્ન અધિકારીઓ ઉપસ્થિત રહ્યા હતા.
આ સાથે વધુમાં તાપી જિલ્લામાં તા.7મી માર્ચે યોજાનાર વેરા નિરીક્ષકની પરીક્ષા સંદર્ભે જાહેરનામું બહાર પાડવામાં આવ્યું હતું.
તા.07.03.2021ના રોજ તાપી જિલ્લામાં યોજાનાર જીપીએસસી રાજ્ય વેરા નિરીક્ષક વર્ગ-3ની પરીક્ષા દરમિયાન ઉમેદવારોની પસંદગીમાં પ્રામાણિકતા અને ગુપ્તતા જળવાય અને પરીક્ષા ન્યાયયુકત યોજાય તથા પરીક્ષાનું આયોજન નિષ્પક્ષ, તટસ્થ અને ભેદભાવરહિત થાય તે અને પરીક્ષા કેન્દ્રો પર કાયદો અને વ્યવસ્થાની પરિસ્થિતિ જળવાઈ રહે તે હેતુથી તા.07/03/2021ના રોજ સવારે 11.00 કલાકથી 13.00 કલાક દરમ્યાન અધિક જિલ્લા મેજીસ્ટ્રેટ બી.બી.વહોનિયાએ જાહેરનામુ બહાર પાડી તમામ પરીક્ષા કેન્દ્રોની આજુબાજુમાં 100 મીટરના ઘેરાવ વિસ્તારમાં ચાર કે તેથી વધુ વ્યકિતઓએ એકત્રિત થવા, હથિયાર કે મોબાઈલ ફોન લઈ જવા પર કે પરીક્ષાના સમય દરમ્યાન તેના ઉપયોગ કે લાઉડ સ્પીકર વગાડવા, ૫રીક્ષા કેન્દ્રના 100 મીટરના વિસ્તારમાં અનઅઘિકૃત વ્યકિતઓના પ્રવેશ ૫ર તથા પરીક્ષા કેન્દ્રની 100 મીટરના અંતર સુઘીમાં ઝેરોક્ષ/ફેકસ સેન્ટરો ચાલુ રાખવા ઉપર મનાઈ ફરમાવી છે. આ હુકમનો ભંગ અથવા ઉલ્લંધન કરનારા ભારતના ફોજદારી અધિનિયમ-1860ની કલમ-188 અનુસાર સજાને પાત્ર થશે.