શ્રોત : ગ્રામીણ ટુડે ન્યુઝ, 24×7 વેબ પોર્ટલ
દેડિયાપાડા સરકારી વિનિયન અને વિજ્ઞાન કોલેજ ખાતે ડૉ.બાબા સાહેબ આંબેડકર ની 132 મી જન્મ જયંતી નિમિતે વિચારગોષ્ઠી નું આયોજન કરાયું;
નર્મદા: સરકારી વિનિયન અને વિજ્ઞાન કોલેજ દેડિયાપાડા ના પ્રિન્સિપાલ ડૉ.અનિલાબેન પટેલ ની અધ્યક્ષતામાં એન.એસ.એસ વિભાગ દ્વારા આજ રોજ તારીખ 13/4/2023 ના રોજ ભારતના બંધારણના ઘડવૈયા ડૉ.બાબા સાહેબ આંબેડકર અને સામાજિક સમરસતા આજની આવશ્યકતા આપણી ભૂમિકા” પર ડૉ.બાબા સાહેબ આંબેડકર ની 132 મી જન્મ જયંતીની ઉજવણી નિમિતે વિચારગોષ્ઠી નું આયોજન કરવામાં આવ્યું હતું.
ડૉ.ધર્મેશભાઈ વણકર, ડૉ. સુરતાનભાઇ વસાવાએ પ્રસંગ અનુરૂપ વિદ્યાર્થીઓને માહિતગાર કર્યા હતા. મુખ્ય વક્તા તરીકે કોલેજના પ્રિન્સિપાલ ડૉ. અનિલાબેન પટેલ પ્રસંગ અનુસાર ઉદબોધન કર્યું હતું. જેમાં Sy ના તમામ વિદ્યાર્થીઓ હાજર રહ્યા હતા. કાર્યક્રમનું સંચાલન સંજયભાઈ પરમારે કર્યું હતું. આજના કાર્યક્રમ મા તમામ સ્ટાફગણ હાજર રહી કાર્યક્રમને સફળ બનાવ્યો હતો. અંતે રાષ્ટ્રગાન કરી કાર્યક્રમની પૂર્ણાહુતિ કરી હતી.
રિપોર્ટર: સર્જન વસાવા, નર્મદા