શ્રોત: ગ્રામીણ ટુડે ન્યુઝ 24×7 વેબ પોર્ટલ
સનાતન ધર્મ સિનિયર સેકંડરી સ્કૂલ ટીંબાપાડા ના આચાર્ય તેમજ શિક્ષકની સ્કુલમાંથી અન્ય જગ્યાએ પદ ભાર માટે વિદાયમાન યોજાયું હતું;
નર્મદા: ડેડીયાપાડા તાલુકાના ટીંબાપાડા ગામમાં આવેલ ઇનરેકા સનસ્થાન સંચાલિત સનાતન ધર્મ સિનિયર સેકંડરી સ્કૂલમાં છેલ્લા 28 વર્ષથી ફરજ બજાવી રહેલ શાળાના આચાર્ય જયેશકુમાર કાંતિલાલ પટેલ અને તેમની સાથે શિક્ષક તરીકે ફરજ બજાવી રહેલા સંજયકુમાર અનિરુદ્ધભાઈ રાવલ અન્ય શાળામાં આચાર્ય તરીકે નવી નિમણૂક મેળવેલ છે, જેથી નવી શાળામાં ફરજ બજાવવા જવાનું હોઈ તેમને તેમની આ સનાતન ધર્મ સિનિયર સેકન્ડરી સ્કૂલ ટીમબાપાડાના આ છેલ્લા દિવસે તેમને તેમની શાળા પરિવાર તરફથી પુષ્પગુચ્છ અર્પણ કરી વિદાય આપવામાં આવીહતી .
સાથે સાથે સારા પરિવાર તરફથી તેમના વ્યવસાયિક જીવનમાં ઉત્તરોત્તર પ્રગતિ થાય અને તેમનું આગામી જીવન સમૃદ્ધિ અને સુખમય નીવડે તેવા શુભકામનાઓ આપવામાં આવી.
વિદાય કાર્યક્રમ દરમિયાન સનાતન ધર્મ સિનિયર સેકન્ડરી સ્કૂલ ટીમબાપાડ શાળામાં ફરજ બજાવવા દરમિયાન તેમને કરેલી તેમની કામગીરી અને તેમને શાળા પરિવાર સાથે રાખેલા વ્યવહાર અને વર્તન અંગે શાળા પરિવારના શિક્ષકો તરફથી વર્ણન કરવામાં આવ્યું. સાથે સાથે આ બંને શિક્ષકો દ્વારા પોતાની આટલી લાંબી નોકરી દરમિયાન શાળા પરિવાર સાથે વિતાવેલા સમયના સ્મરણો વાગોળતા એક લાગણીસભર અને ભાવનાત્મક વાતાવરણ ઊભું થયું હતું. વિદ્યાર્થીઓને આ શિક્ષકો દ્વારા આપવામાં આવેલ જ્ઞાન અને વિદ્યા અભ્યાસના કારણે બંધાયેલા એક ગુરુ-શિષ્યના સંબંધને કારણે વિદ્યાર્થીઓએ પણ પોતાની લાગણી પોતાના શિક્ષક માટે વ્યક્ત કરી હતી. સમગ્ર પ્રસંગ દરમિયાન એક ઉદાસીન ભરેલું અને દુઃખમય વાતાવરણ ઊભું થયું હતું.
આ કાર્યક્રમ દરમિયાન સનાતન ધર્મ સિનિયર સેકન્ડરી સ્કૂલ ટીમબાપડા પરિવાર ઉપસ્થિત રહ્યું હતું.
પત્રકાર સર્જન વસાવા નર્મદા