
શ્રોત : ગ્રામીણ ટુડે ન્યુઝ, 24×7 વેબ પોર્ટલ
દેડિયાપાડા ના જૈન સંઘે પોતાના ધંધા રોજગાર સ્વયંમ ભૂ બંધ રાખી ને પ્રાંત અધિકારીને આવેદનપત્ર આપવામાં આવ્યું હતું.
મુખ્યમંત્રી અને ગૃહમંત્રી ને સંભોધીને લખેલુ આવેદનપત્ર ડેડીયાપાડા પ્રાંત અધિકારીને સુપ્રત કરવામાં આવ્યું.
અત્રે ઉલ્લેખનીય છે કે શ્રી સમેદ શિખરજીને પર્યટન સ્થળ જાહેર કરવા તથા પવિત્ર શેત્રુંજય ગીરીરાજ જૈન તીર્થ સ્થાન પર અરાજકતા ફેલાવી ગેરકાયદેસર રીતે સામાજિક તત્વો દ્વારા પચાવી પાડવા અને તોડફોડ બાબતના કૃત્ય સામે તાત્કાલિક પગલાં લેવા બાબતે આજરોજ દેડિયાપાડા ગામ ના જૈન ધર્મના અનુયાયીઓ ભાઈ બહેનો પોતપોતાની ફરજ સમજી ને પોત પોતાના ધંધા રોજગાર બંધ કરીને આજરોજ મોટી સંખ્યામાં જૈન ધર્મના અનુયાયીઓ પ્રાંત કચેરીએ પહોંચી અને મુખ્ય મંત્રીશ્રી ભૂપેન્દ્ર પટેલ ગુજરાત સરકારને અને ગૃહમંત્રીશ્રી ગુજરાત સરકાર ને સંબોધીને પ્રાંત અધિકારીશ્રીને આવેદપત્ર સુપ્રત કરવામાં આવ્યું હતું
પત્રકાર: દિનેશ વસાવા, દેડિયાપાડા