
શ્રોત: ગ્રામીણ ટુડે ન્યુઝ, 24×7 વેબ પોર્ટલ, સુનિતા રજવાડી, ભરૂચ
આજરોજ ઝઘડિયા વિધાનસભા ધારાસભ્ય રિતેશભાઈ વસાવાનાં વરદ હસ્તે મૌઝા (ઉબાડાબરા) થી પીંગોટ ડેમ સુધી નવા રસ્તાના વિકાસ કામનું ખાતમુહૂર્ત કરવામાં આવ્યું:
ઝઘડિયા વિધાનસભા ધારાસભ્ય રિતેશભાઈ વસાવાનાં વરદ હસ્તે મૌઝા (ઉબાડાબરા) થી પીંગોટ ડેમ સુધી નવા રસ્તાના વિકાસ કામનું ખાતમુહૂર્ત કરવામાં આવ્યું હતું . સદર વિકાસ કામ કુલ રૂપિયા ૩.કરોડ ૧૫ લાખ ૭૭ હજાર ની લાગત થી એપ્રોચ રોડ નું ખાતમુહૂર્ત કરવામાં આવ્યું તથા રમણપરા થી બદલવા ડેમ સુધી નો રસ્તો રૂપિયા ૭૫ લાખ ની લાગત થી તૈયાર થનાર હોય જેનું ખાતમુહૂર્ત આજરોજ ઝઘડિયા વિધાનસભા ધારાસભ્ય રીતેષ વસાવા નાં વરદ હસ્તે કરવામાં આવતાં સમગ્ર વિસ્તારમાં આનંદ ની લાગણી ફેલાઈ જવા પામી હતી ,
સાથેસાથે તમાંમ જાહેર જનતાએ ધારાસભ્ય રીતેષ વસાવા નો આભાર માન્યો તથા એમની જોડે નેત્રંગ તાલુકા પંચાયત ના પ્રમુખ શ્રી વસુધાબેન, તાલુકા પંચાયત ઉપપ્રમુખ નિતેશભાઈ પરમાર, નેત્રંગ સંગઠન પ્રમુખ શ્રી મનસુખભાઈ વસાવા, જિલ્લા બાંધકામ સમિતિના ચેરમેન રાયસિંગભાઈ, સંગઠન મહામંત્રી પ્રકાશભાઈ ગામિત, માજી મહામંત્રી શ્રી પરેશભાઈ ભાટીયા, જીલ્લા લીગલ સેલ સભ્ય સ્નેહલભાઈ પટેલ, પ્રદિપભાઈ વસાવા, મનોજભાઈ વસાવા, ગૌતમભાઈ વસાવા સુરેશભાઈ વસાવા, જયેશભાઈ વસાવા, દિવ્યાંગભાઈ મિસ્ત્રી, દુ.વાઘપરા સરપંચ શ્રી મુકેશભાઈ વસાવા તથા અન્ય ગામોના સરપંચશ્રીઓ કાર્યકર્તાઓ મોટી સંખ્યામાં ઉપસ્થિત રહ્યા હતાં.