
શ્રોત: ગ્રામિણ ટુડે ન્યુઝ, વાંસદા કમલેશ ગાંવિત
આશા વિરેન્દ્ર મજમુદાર ઇંગ્લિશ એકેડેમી વાંસદામાં હાયર સેકન્ડરી બિલ્ડીંગનું ઉદ્ઘાટન યોજાયું:
વાંસદા તાલુકા કેળવણી મંડળ સંચાલિત આશા વિરેન્દ્ર મજમુદાર ઇંગલિશ એકેડેમીમાં હાયર સેકન્ડરી વિભાગનું નવ નિર્માણ પામેલા મકાનનું ઉદ્ઘાટન વિરેન્દ્ર ગણપતિ શંકર મજમુદાર (બટુકભાઈ) તથા તેમના બહેન પદ્મલતાબેન ભટ્ટ (બકુલાબેન) તથા તેમના દીકરી શ્રીમતી સિમૂલ મજમુદારના હસ્તે નવા બનેલ બિલ્ડીંગનું રીબીન કાપી ઉદઘાટન કરવામાં આવ્યું હતું.
કાર્યક્રમની સરુઆત દીપ પ્રાગટ્ય કરી આશા વિરેન્દ્ર મજમુદા ઇંગ્લિશ એકેડેમીના બાળકો દ્વારા પ્રાર્થના ત્યારબાદ શાળાનું સોંગ આશા કા સવેરા આશાને પુકારા પર બાળકોએ ડાન્સ કર્યો હતો. બાદમાં મહેમાન શ્રીઓને સ્ટેજ ઉપર બેસાડી તેઓનું પુષ્પગુચ્છ દ્વારા સન્માન કરવામાં આવ્યું હતું. બાદમાં શાળાના વિવિધ ધોરણોમાં પ્રથમ ક્રમ લાવનાર બાળકોને શિલ્ડ વિતરણ કર્યું હતું. અને દાતાશ્રી તરફથી શાળાના તમામ બાળકોને નોટબુક આપવાની જાહેરાત કરવામાં આવી હતી. તેના પ્રતિક રૂપે પાંચ બાળકોને નોટ આપવામાં આવી હતી. આ પ્રસંગે શાળાના ટ્રસ્ટી ધર્મેન્દ્રસિંહ સોલંકી દ્વારા શાળાની પ્રવૃત્તિઓ અને આવેલ મહેમાનોનું શાબ્દિક સ્વાગત કર્યું હતું. અને આ મંડળ દ્વારા ધોરણ ૧ થી ૧૨ સુધીની ઇંગ્લીશ મીડીયમ શાળાને આગળ લઈ જવા માટે દાન આપનાર દાતાશ્રીઓનો આભાર પણ માન્યો હતો.
દાતાશ્રી વિરેન્દ્ર મજમુદાર દ્વારા આ શાળાને આગળ લઈ જવા બનતી તમામ મદદ કરવાની ખાત્રી આપી હતી. આ પ્રસંગે મંડળના પ્રમુખ નટુભાઈ પંચાલ, ઉપપ્રમુખ રાજેશભાઈ ગાંધી, ટ્રસ્ટી ધર્મેન્દ્રસિંહ સોલંકી, મંત્રી ધર્મેશભાઈ પુરોહિત, સુરતના સુધીરભાઈ ભટ્ટ તથા વાસદા તાલુકા કેળવણી મંડળના તમામ સભ્યો હાજર રહ્યા હતા. અને ખાસ પાલવાડા કેળવણી મંડળ સુરતના તમામ ટ્રસ્ટીઓ હાજર રહ્યા હતા. આ કાર્યક્રમને સફળ બનાવવા આચાર્ય મહેશ બડે તથા સ્ટાફ દ્વારા ભારે જહેમત ઉઠાવી હતી. અંતમાં હાજર રહેલ દાતાશ્રી ટ્રસ્ટીઓ તથા ગામના અગ્રણીઓ અને વાલીઓ બાળકોનો શાળાના શિક્ષક રાજેશભાઈ દ્વારા આભાર માની સભારંભ પૂર્ણ કરવામાં આવ્યો હતો.