
શ્રોત: ગ્રામિણ ટુડે ન્યુઝ, તાપી કીર્તન કુમાર
રાષ્ટ્રીય શૈક્ષિક મહાસંઘ ગુજરાત દ્વારા દક્ષિણ ગુજરાતના ૮ જિલ્લાઓનો અભ્યાસ વર્ગ કામરેજ દાદા ભગવાન મંદીરમાં બે દિવસનો નિવાસી યોજાયો હતો, જેમાં તાપી જીલ્લાના વિવિધ સંવર્ગના ૨૧ હોદ્દેદારોએ ભાગ લીધો હતો.
વ્યારા: તાપી જિલ્લા રાષ્ટ્રીય શૈક્ષિક મહાસંઘના પ્રાથમિક, માધ્યમિક, ઉચ્ચતર માધ્યમિક સરકારી અને આચાર્ય સંવર્ગના તમામ અધ્યક્ષ- ઉપાધ્યક્ષ, મંત્રી કોષાધ્યક્ષ અને સંકલન સમિતિના અધ્યક્ષ સહિત કુલ ર૧ તાપીના હોદ્દેદારો દક્ષિણ સંભાગ અભ્યાસ વર્ગમાં તારીખ ૮ શનિવારે સવારે ૯ કલાક થી બીજા દિવસે રવિવારે સાંજે ૪ કલાક સમાપન સુધી તમામ હોદ્દેદારોએ અભ્યાસ વર્ગનો સંગઠન લક્ષી, વ્યવસાય લક્ષી સામાજિક ઉત્થાન આર્થિક ઉપાર્જન બોદ્ધિક શિક્ષણ, સ્વદેશી પર્યાવરણ, શાળાકીય વિકાસ, નવી શિક્ષણ નીતિ, શિક્ષકોના પડતરપ્રશ્નો, મહાસંઘની કાર્યશૈલી અને બાળકોના સર્વાંગી વિકાસ અને ભારતમાતાને પરમ વૈભવના શિખરે પહોચવા માટે જુદાં-જુદાં ૧૫ સત્રોના તજજ્ઞો દ્વારા ભાથું અને જ્ઞાન આપવામાં આવ્યું જેનું અગામી દિવસોમાં તાપી જિલ્લા. રાષ્ટ્રીય શૈક્ષિક મહાસંઘના સંકલન સમિતિના અધ્યક્ષશ્રી કેતનભાઈ શાહ દ્વારા લીધેલ જ્ઞાન ભાર્થનો સહ વિશેષ ઉપયોગ કરી આવનારા દિવસોમાં તાપી જિલ્લામાં દરેક શિક્ષકો અને આચાર્યોનો અભ્યાસ વર્ગ યોજી અમલવારી થશે એમ કેતનભાઈ શાહએ જણાવ્યું હતું.