
શ્રોત: ગ્રામીણ ટુડે ન્યુઝ, તાપી કીર્તનકુમાર
તાપી જિલ્લાના યુવક-યુવતીઓ માટે વ્યારા ખાતે 6 મે ના રોજ જિલ્લાકક્ષાના રોજગાર / એપ્રેન્ટીસશીપ
ભરતી મેળાનું આયોજન:
વ્યારા-તાપી: જિલ્લા રોજગાર વિનિમય કચેરી-વ્યારા દ્વારા તાપી જિલ્લાના રોજગારવાંચ્છુ યુવક-યુવતીઓ માટે રોજગારીની તક મળી રહે તે હેતુસર તા.૦૬/૦૫/૨૦૨૨ ના રોજ વ્યારા ખાતે જિલ્લાકક્ષાના રોજગાર/ એપ્રેન્ટીસશીપ ભરતી મેળાનું આયોજન કરવામાં આવેલ છે.
તાપી જિલ્લાના રોજગારવાંચ્છુ ઉમેદવારોને પોતાની લાયકાત અને કૌશલ્ય મુજબ રોજગાર પસંદગીની બહોળી તક મળી રહે તથા ખાનગીક્ષેત્રના એકમોને કૌશલ્ય યુક્ત માનવબળ મળી રહે તેવા ઉદ્દેશ્ય થી ખાનગી ક્ષેત્રના એકમોને તેઓના એકમ ખાતે ખાલી પડેલ જગ્યાઓની વિગત જિલ્લા રોજગાર કચેરી-વ્યારાના ઈ-મેલ આઈ.ડી. mcctapi@gmail.com પર મોકલવા અથવા અનુબંધમ વેબ પોર્ટલ https://anubandham.gujarat.gov.in પર નોંધણી અપલોડ કરવા આમંત્રીત કરવામાં આવે છે. ઉમેદવારો અને ખાનગી નોકરીદાતાઓ અનુબંધમ વેબ પોર્ટલ https://anubandham.gujarat.gov.in વેબપોર્ટલ મારફતે નોંધણી કરી શકશે. વધુ માહિતી માટે જિલ્લા રોજગાર વિનિમય કચેરી, વ્યારાના રોજગાર સેતુ કોલસેન્ટર નંબર. ૬૩૫૭૩૯૦૩૯૦ પર સંપર્ક કરવા ઇ.ચા.રોજ રોજગાર અધિકારી, તાપીની અખબારી યાદીમાં જણાવ્યું છે.
જિલ્લા રોજગાર કચેરી-વ્યારાના ઈ-મેલ આઈ.ડી. mcctapi@gmail.com
અનુબંધમ વેબ પોર્ટલ https://anubandham.gujarat.gov.in વેબપોર્ટલ મારફતે નોંધણી કરી શકશે. અનુબંધમ વેબ પોર્ટલ https://anubandham.gujarat.gov.in પર નોંધણી અપલોડ કરવા માટેની લીંક.