
શ્રોત: ગ્રામીણ ટુડે ન્યૂઝ,નર્મદા સર્જન કુમાર વસાવા
રાજપીપળા : ગુજરાતના કેવડિયા ખાતે સી પ્લેન આવી પહોંચ્યું છે, બે વિદેશી પાયલોટ સાથે સી પ્લેન કેવડિયા પહોંચી ગયું છે. ગોવાથી સી પ્લેન ગુજરાત આવી ગયું છે. કેવડિયા ખાતે સી પ્લેનનું ટેસ્ટિંગ થશે. જો કે કેવડિયા બાદ સી પ્લેન અમદાવાદ જશે. નોંધનીય છે કે, 31 ઓક્ટોબરના રોજ વડાપ્રધાન મોદી સી પ્લેનનું ઉદ્ઘાટન કરશે.
આ સી પ્લેન દરરોજ અમદાવાદથી કેવડિયા 8 ટ્રીપ લગાવશે.220 કિ.મી.ની યાત્રા સી પ્લેન માત્ર 45 મિનીટમાં પૂર્ણ કરશે. સવારના 8 વાગ્યેથી અમદાવાદ રિવરફ્રન્ટ પરથી પ્રથમ ફ્લાઇટ ઉપડશે 6 માસ સુધી વિદેશી પાયલોટ સી પ્લેનના પાયલોટને તાલીમ આપશે. ક્ષમતા 19 લોકોને બેસાડવાની છે, પરંતુ હાલમાં 14 લોકોને જ બેસાડાશે જેમાં 5 ક્રુ મેમ્બર્સ હશે. આ સી પ્લેન 300 મીટરના રનવે પરથી ઉડાણ ભરી શકે છે. એમ્ફીબિયસ કેટેગરીનું આ પ્લેન કેનેડામાં સૌથી વધારે ઉડે છે, એક વ્યક્તિની ટિકીટ 4800 રૂપિયા રહેશે તેમ જાણવા મળ્યું છે.