
શ્રોત: ગ્રામીણ ટુડે ડાંગ સુશીલ પવાર.
ડાંગ જિલ્લાનાં સુબીર તાલુકામાં ફાર્મર ફ્રેન્ડ ફાર્મર ઓર્ગેનિક કો-ઓપરેટીવ સોસાયટી દ્વારા ચાલુ વર્ષ ૨૦૧૯-૨૦૨૦ દરમિયાન ત્રીજા વર્ષ માં ઓર્ગેનિક, દેશી બિયારણનું કરાયું વિતરણ તારીખ ૧ -૬-૨૦૨૦થી તા.૯-૬-૨૦૨૦ સુધી ખેડુતોને વિતરણની કામગીરી પૂર્ણ કરેલ છે. ડાંગ જિલ્લાને સો ટકા ઓર્ગેનિક /દેશી ખેતી પધ્ધતિ હેઠળ આવરી લેવાની યોજના અંતર્ગત કુલ ૧૬૨૦ ખેડૂતોને દેશી ડાંગર, આંબામોર, લાલકડા દેશી કોલમ, ઈન્દ્રાણી, કૃષ્ણકમોદ, તથા દેશી અડદના બિયારણનું વિતરણ કરવામાં આવેલ છે રાજ્ય સરકાર થકી ડાંગ જિલ્લાને(૧૦૦) સો ટકા ઓર્ગેનિક /દેશી જાહેર કરેલ છે, જે સત્તા મંડળ દ્વારા તાલુકામાં સેન્દ્રીય ખેતી હેઠળ જોડાયેલા ખેડૂતોની યોજનાકીય સહાય થકી બિયારણનો લાભ મળતા આજના આધુનિક યુગ તેમજ હાલની કોરોના મહામારીમાં ઓર્ગેનિક/ દેશી બિયારણ પદ્ધતિથી ઉત્પાદન મેળવી લોકોની સ્વસ્થ તંદુરસ્ત રહે તે માટે આ પધ્ધતિ દ્વારા પકાવેલ ખોરાક સારું સ્વાસ્થ્ય પૂરું પાડે છે. યોજનામાં જોડાવા માટે ૧૫૦૦ થી ૨૦૦૦ ખેડૂતોની અરજીઓ આવેલ છે, જેના માટે ખેતીવાડી શાખા પાસે લક્ષાંકની માગણી કરેલ છે,
જેમાં ભારત સરકાર અને સંસ્થાનો લક્ષ્યાંક વર્ષ ૨૦૨૨ સુધી ખેડૂતોને બમણી આવક ઉભી થાય અને ડાંગ જિલ્લાને ખેત પેદાશોમાં પણ વધારો થાય અને જીલ્લાનાં ખેડૂતો સમૃદ્ધ બને એ સંસ્થાનો ધ્યેય છે .નાયબ ખેતી નિયામક એમ. એમ. પટેલના પ્રયાસ તથા ડાંગ સુબીર તાલુકાનાં ભાવ ફ્રેન્ડ ફાર્મર ઓર્ગેનિક સોસાયટી લિમિટેડના પ્રમુખ સંદીપ વાઘમારે,મંત્રી અમુલ ગાવીત દ્વારા આ કાર્યક્રમ યોજાયો હતો.