
શ્રોત : ગ્રામિણ ટુડે ન્યુઝ, નર્મદા સર્જનકુમાર
ડીસીબી બેંકે ગુજરાતના નર્મદા જિલ્લાની ડેડીયાપાડા શાખાની 14મી વર્ષગાંઠની ઉજવણી કરી:
ખાનગી ક્ષેત્રની નવી પેઢીની બેંક ડીસીબી બેંક લિમિટેડએ ગુજરાતના નર્મદા જિલ્લામાં એની ડેડીયાપાડાની શાખાની 14મી વર્ષગાંઠની ઉજવણી કરી હતી.
ડીસીબી બેંક 14 વર્ષથી ડેડીયાપાડાની જરૂરિયાતો પૂર્ણ કરે છે અને નગરમાં શાખા ખોલનારી પ્રથમ બેંકોમાં સામેલ હતી.
રાજ્યમાં વર્ષ 2008માં ડેડીયાપાડમાં ડીસીબી બેંકની પ્રથમ એગ્રિ-ઇન્ફ્લુઝિવ (એઆઇબી) શાખા ખુલી હતી.
આ પ્રસંગે મુખ્ય અતિથિ ડેડીયાપાડાના સરપંચ હતા, જેમણે પરંપરાગત દીપપ્રાથ કરીને ડેડીયાપાડામાં નવા એટીએમનું ઉદ્ઘાટન કર્યું હતું.
આ કાર્યક્રમમાં ડેડીયાપાડા નગરના તાલુકા વિકાસ અધિકારી કનૈયાલાલા વસાવા તથા ડીસીબી બેંકના કેટલાંક અધિકારીઓ ઉપસ્થિત રહ્યાં હતાં, જેમાં બ્રાન્ચ હેડ સુનિલ પાટિલ, રિજનલ મેનેજર પ્રતીક શાહ, ક્લસ્ટર સર્વિસીસ ઓપરેશન્સ મેનેજર સમીર પંચાલ, એરિયા સેલ્સ મેનેજર સંદીપ ધોકાઈ અને થર્ડ પાર્ટી ડિસ્ટ્રિબ્યુશન મેનેજર દિશા બોસ્મિવા ઉપસ્થિત રહ્યાં હતાં.
આ પ્રસંગે અને વર્ષગાંઠના કાર્યક્રમમાં ડેડીયાપાડના માનવંતા રહેવાસીઓ ધનંજય શાહ, ઘનશ્યામ પટેલ અને અબ્બાસ પાનિયાવણી ઉપસ્થિત રહ્યાં હતાં.
ડેડીયાપાડામાં ડીસીબી બેંક ખેડૂતો, કૃષિ, દુકાનદાર અને વ્યવસાયના માલિકને અનુકૂળ વિવિધ પ્રકારના બેંકિંગ ઉત્પાદનો અને સેવાઓ પૂરી પાડે છે, જેમ કે ગોલ્ડ લોન, મોર્ગેજ લોન, હોમ લોન, આંતરરાષ્ટ્રીય રેમિટન્સ સર્વિસ ડીસીબી રેમિટ (ભારતમાંથી વિદેશમાં 20 દેશોમાં રહેવાસી ભારતીય બેંક ખાતાધારકોને ફંડ મોકલવા માટે), ડીસીબી સેવિંગ્સ અને ડીસીબી કરન્ટ એકાઉન્ટ તથા ડીસીબી ફિક્સ્ડ ડિપોઝિટ. બેંક જીવન, હેલ્થ અને સાધારણ વીમા માટે વીમાયોજનાઓ પણ પૂરી પાડે છે.