બ્રેકીંગ ન્યુઝશિક્ષણ-કેરિયર

પેટ્રોલ-ડીઝલ ભાવ વધારવા મુદ્દે કોંગ્રેસ પાર્ટીના કાર્યકર્તાઓ દ્વારા રાજ્યભરમાં વિરોધ પ્રદર્શન!

સરકારે ભાવ ઘટાડવાના બદલે ભાવ વધારો ઝીકતા લોકો કચવાટ કરી રહ્યા છે, આંતરરાષ્ટ્રીય માર્કેટમાં ક્રૂડ ઓઈલના ભાવ તળીયે છતાં સરકારની આ નીતિ સામે લોકોમાં રોષ.

શ્રોત: ગ્રામીણ ટુડે આહવા, સુશીલ પવાર.

 

લોકડાઉનમાં સહાય આપવાના બદલે ભાજપ સરકારે પેટ્રોલ-ડીઝલમાં ભાવવધારો ઝીંકયો છે. ભાજપ સરકાર પેટ્રોલ-ડીઝલના ભાવ ઘટાડવાના બદલે ભાવ વધારતા લોકો કચવાટ કરી રહ્યા છે. આંતરરાષ્ટ્રીય માર્કેટમાં  ક્રૂડ ઓઈલના ભાવ પણ તળીયે છે છતાં ભાવ વધારો કરવામાં આવતા લોકોમાં રોષ જોવા મળી રહ્યો છે. પેટ્રોલ-ડીઝલનો ભાવો વધારો પાછો ખેંચવા વલસાડ, નર્મદા, તાપી,ડાંગ જિલ્લા કોંગ્રેસ પાર્ટીના કાર્યકર્તાઓ દ્વારા  વિરોધ વ્યાજબી છે. ડાંગમાં જે બન્યું તે હસવા જેવું લાગે છે: આહવાના ગાંધી બાગ પાસેથી પરવાનગી વગર સોશ્યલ ડિસ્ટન્સ અને માસ્ક પહેરી સરકારના નિયમોનું પાલન કરી બેનરો દર્શાવી સરકારની ભાવવધારા નીતિ સામે ૪ વ્યક્તિઓ સાથે રેલી કાઢતા ડાંગ પોલીસ દ્વારા એમની અટકાયત કર્યા બાદ એમને ડીટૈન કરવામાં આવ્યા.
પાછલાં  અઠવાડીયાથી રાજ્યમાં પેટ્રોલ-ડીઝલમાં ભાજપ સરકાર રોજ-બરોજ સતત  ભાવવધારો કરી રહી છે. કોરોના મહામારીના સમયમાં રાજ્ય અને દેશની પ્રજા આર્થિક મૂશ્કેલીમાં છે, એવા સમયે મોંઘવારીનો માર અસહ્ય બન્યો છે ત્યારે પ્રજાને આર્થિક સહાય આપવાના બદલે પેટ્રોલ-ડીઝલમાં કમરતોડ ભાવવધારો અસહ્ય છે. કોરોના મહામારીમાં લોકડાઉનથી દરેક વર્ગની આર્થિક હાલત ખરાબ થઈ છે અને આંતરરાષ્ટ્રીય બજારમાં પણ ક્રૂડ ઓઈલના ભાવ છેક  તળીએ છે,  ત્યારે  ભાજપ સરકાર દ્વારા પેટ્રોલ-ડીઝલના ભાવ ઘટાડવાના બદલે ભાવ વધારોનો કોંગ્રેસ વિરોધ કરશે. પેટ્રોલ-ડીઝલના ભાવ વધારો પાછો ખેંચવા કોંગ્રેસ દ્વારા માંગણી કરવામાં આવશે.(ભૂતકાળમાં ભાજપની મોઘવારી સામે જનઆક્રોશ  રેલીનાં વીડીયો લોકો કરી રહ્યા છે વાયરલ)
ઉલ્લેખનીય છે કે, કોરોનાનાં  પગલે બે માસ લોકડાઉનમાં લોકોના કામ-ધંધા બંધ હતા તેથી લોકોને આવક બંધ હતી. લોકડાઉન બાદ લોકોની હાલત કફોડી થઈ છે આ મોઘવારી ઉપર થી મહામારી માણસો આર્થિક રીતે અને માનસિક રીતે કરાયાં પાયમાલ! ત્યારે  ભાજપ સરકાર દ્વારા પેટ્રોલ-ડીઝલના ભાવમાં સતત વધારો કરવામાં આવી રહ્યો છે તેથી લોકોની સ્થિતી બદ થી બદ્તર  થઈ છે. હાલ મોંઘવારીતો છે  જ પરંતુ પેટ્રોલ-ડીઝલના ભાવ વધવાના પગલે મોંઘવારી હજુ વધશે તેથી રાજ્યનાં લોકો  મુંઝવણમાં મુકાય ગયા છે અને ભાજપ સરકારની ટીકા કરતા લોકો નજરે પડી રહ્યા છે.

Related Articles

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

Back to top button
error: न्यूज़ पोर्टल के कंटेट को किसी भी प्रकार से कॉपी करना कॉपीराइट आधीनियम के अनुसार प्रतिबंधित है