
શ્રોત: ગ્રામીણ ટુડે ન્યુઝ, નર્મદા સર્જનકુમાર
સાગબારાની આદર્શ નિવાસી શાળા ખાતે વન વિભાગ દ્વારા વન્ય પ્રાણી સપ્તાહ ની ઉજવણીનો કાર્યક્રમ યોજાયો:
સાગબારા રેંજ ફોરેસ્ટ ઓફિસર સુ.શ્રી સપનાબેન ચૌધરી દ્વારા બાળાઓને પોતે એક મહિલા તરીકે કઈ રીતે કલાસ 2 ઓફિસર બન્યા તેમની તમામ સફરની વાતો કરી વિદ્યાર્થીનિઓ ને મોટિવેશન સ્પીચ આપી પ્રભાવિત કર્યા:
તારીખ 8 ઓકટોબર ના રોજ સાગબારા ફોરેસ્ટ વિભાગ દ્વારા ઊજવણી કરવામાં આવી હતી. જેમાં મહેમાનો દ્વારા અનેક મુદ્દાઓ પર માહિતી આપવામાં આવી હતી, જેમાં વન્ય પ્રાણી વિશે માહિતી આપી, વન્ય પ્રાણીઓ સાથે મિત્રતા, વન્ય પ્રાણીઓ, પક્ષીઓ લુપ્તતા ને આરે જેનું જતન કરવું તે આપણી ફરજ છે તેમ પોતાના વક્તવ્યમાં જણાવ્યું હતું, તેમજ જંગલ બચશે તો પ્રાણીઓ સચવાશે., નહીંતર જંગલ વિના પ્રાણીઓ નું જીવન બહુ મુશ્કેલ થઇ પડશે, અને અંતમાં સાગબારા રેંજ ફોરેસ્ટ ઓફિસર સુ.શ્રી સપનાબેન ચૌધરી દ્વારા બાળાઓને પોતે એક મહિલા તરીકે કઈ રીતે કલાસ 2 ઓફિસર બન્યા તેમની તમામ સફરની વાતો કરી વિદ્યાર્થીનિઓ ને મોટિવેશન સ્પીચ આપી પ્રભાવિત કર્યા હતા. તેમજ વધુમાં શાળામાં ચિત્ર સ્પર્ધા અને નિબંધ સ્પર્ધા પણ યોજવામાં આવી હતી.
આ કાર્યક્રમ માં ઉપસ્થિત રેંજ ફોરેસ્ટ ઓફીસર સુ.શ્રી સપનાબેન ચૌધરી, તાલુકા ફોરેસ્ટ વિભાગના તમામ અધિકારીઓ, શાળાના આચાર્ય મનોજભાઈ ડી. સોંદરવા , શાળાના ગુરુજનો કર્મચારીઓ તેમજ શાળાની 170 જેટલી વિદ્યાર્થીનીઓ એ ભાગ લીધો હતો.