
શ્રોત: ગ્રામિણ ટુડે ન્યુઝ 24×7 વેબ પોર્ટલ
પી.એમ.શ્રી શ્રી કૃષ્ણ આશ્રમ શાળા થવા ખાતે વૃક્ષારોપણનો કાર્યક્રમ યોજાયો:
એક પેડ માં કે નામ સૌનો સહિયારો પ્રયાસ ચાલો શ્વાસ વાવીએ… વસુંધરાને વધાવીએ…;
સર્જન વસાવા, નેત્રંગ : આદિજાતિ વિકાસ વિભાગ ગાંધીનગર હસ્તક, ગ્રામ નિર્માણ કેળવણી મંડળ સંચાલિત પી.એમ.શ્રી શ્રી કૃષ્ણ આશ્રમ શાળા થવા ખાતે આપણા સામાજિક કર્તવ્યના ભાગરૂપે પર્યાવરણના રક્ષણ માટે પ્રકૃતિ અને કુદરતનું ઋણ ચુકવવાના પ્રયાસ રૂપે સૌના સહિયારા સહયોગ થી આશ્રમશાળાના પરિસરમાં “111 વૃક્ષોનું” વૃક્ષો રોપીને એક પેડ મા કે નામ અભિયાન અંતર્ગત વૃક્ષારોપણનો કાર્યક્રમ રાખવામાં યોજાયો હતો.
એક પેડ માં કે નામ અભિયાનનો ગુજરાતમાં સૌપ્રથમ ગાંધીનગર થી પોતાના માતાના નામે એક વૃક્ષ વાવીને વડાપ્રધાનશ્રીએ પ્રારંભ કરાવ્યો હતો.
આ વૃક્ષારોપણ કાર્યક્રમમાં શાળાના આચાર્ય શ્રીમતી રંજનબેન સી.વસાવા તથા શિક્ષક મિત્રોએ અને શાળાના વિદ્યાર્થીઓએ સાથે મળીને વૃક્ષારોપણ કાર્યક્રમને સફળ બનાવ્યો હતો, તથા વૃક્ષોનું જીવનમાં મહત્વ અને પર્યાવરણ સરક્ષણ અનુરૂપ શાળાના આચાર્યશ્રીએ બાળકોને વૃક્ષોનું મહત્વ સમજાવ્યું હતું.
વિશેષમાં આ બાળકોએ વૃક્ષારોપાણની પૂર્વ તૈયાર માટે માર્ચ મહિનામાં પોતાની જ આશ્રમ શાળાની નર્સરીમાં જાતે રોપા તૈયાર કર્યા હતા એનો આનંદ અનેરો હતો.