
શ્રોત: ગ્રામીણ ટુડે ન્યુઝ, ૨૪x૭ વેબ પોર્ટલ
ડાંગ જિલ્લા ઉત્તર વન વિભાગ દ્વારા આહવા ખાતે દવ સંરક્ષણ અંગેની કાર્ય શિબિર યોજાઇ :
પ્રદિપ ગાંગુર્ડે, સાપુતારા : તારીખ ૨૮/૦૨/૨૦૨૫ ના રોજ ડાંગ જિલ્લાના ઉત્તર ડાંગ વન વિભાગ દ્વારા નાયબ વન સંરક્ષક શ્રી દિનેશ એન. રબારી ના માર્ગદર્શન હેઠળ દંડકારણ્ય હોલ આહવા ખાતે દવ સંરક્ષણ અંગે એક કાર્ય શિબિર નું આયોજન કરવામાં આવ્યું હતું.
આ શિબિરમાં ઉત્તર ડાંગ વન વિભાગ હસ્તકના તમામ રેંજ સ્ટાફ તેમજ ઉત્તર ડાંગમાં આવેલી તમામ જંગલ કામદાર મંડળીઓ ના પ્રમુખ/મંત્રી અને જે.એફ.એમ.સી વન પ્રમુખ/મંત્રી તેમજ ઇ.ડી.સ ઉપસ્થિત રહ્યા હતાં.
ઉત્તર ડાંગ વન વિભાગનો મોટા ભાગનો વિસ્તાર વનરાજી થી ઘેરાયેલ વિસ્તાર છે. જેમાં જંગલ અને જંગલમાં રહેનાર પ્રાણી, વનસ્પતિ તેમજ જીવ જતું સંરક્ષણ થાય તે મહત્વનું છે. ઉનાળા દરમિયાન જંગલમાં દવ લાગવાની ઘટનાઓ બનતી હોય છે. જેથી, આ શિબિરમાં દવ લાગવાની ઘટનાઓ ને કઇ રીત ના અટકાવી શકાય તેમજ આવી આકસ્મિક બનતી ઘટનાઓ ટાળવા માટે જન સંપર્ક જળવાય રહે તે માટે વન પ્રતિનિધિઓને પહેલ કરવામાં આવી હતી.
શિબિરમાં મદદનીશ વન સંરક્ષક શ્રી રાહુલ પટેલે દવ કાર્ય શિબિર નુ પ્રેઝ્ન્ટેશન રજુ કર્યું હતું. જેમા જંગલમાં આગ ક્યા કારણોસર લાગે? તેના પરિણામો વન, પ્રાણી ,જીવ જતુ, માનવ વગેરે પર કેવા પ્રકારની અસર થઇ શકે, તેમજ આવી પરિસ્થિતિ માંથી બચવા માટેના ઉપાય સૂચવ્યાં હતાં.
આ સાથે જ જંગલ બચાવવાનો એક જ ઉપાય જંગલને દવથી બચાવો અને જંગલ બચાવોનો વિચાર વહેતો મુક્યો હતો.
આ શિબિરમાં R.F.C. 135 માં દવ સંરક્ષણનું ડેમોસ્ટ્રેશન પણ રાખવામા આવ્યું હતું. જેમાં અતિ આધુનિક ફાયર સાધન સામગ્રી તેમજ જંગલમાં જ સુઝબુઝ થી આગ બુઝાવી શકાય તેવા સાધનો અંગે દરેક સ્ટાફ્ને વિગતવાર સમજણ આપવામાં આવી હતી.