
શ્રોત: ગ્રામીણ ટુડે ન્યુઝ, નર્મદા સર્જનકુમાર
ગારદા ગામની સીમ માંથી અજાણ્યા યુવાનની લાશ મળતાં અનેક તર્ક વિતર્કો:
ડેડીયાપાડાના ગારદા ગામે આવેલ જંગલમાંથી અજાણ્યા યુવાનની લાશ મળતાં અનેક તર્ક વિતર્કો સર્જાયા છે. આ વચ્ચે ડેડિયાપાડા પોલીસે મળી આવેલ અજાણ્યા યુવાનની લાશ બાબતે અકસ્માત નો ગુનો નોંધી લાશના વાલી વારસાની વધુ તપાસ હાથ ધરી છે.
આજુબાજુના ગામ કે વિસ્તારના કોઈપણ વ્યક્તિ ગુમ થયા હોય અથવા ભાળ મળતી ન હોય તેવા વ્યક્તિના વાલી/વારસો પોલીસ સ્ટેશન નો સંપર્ક કરે તે જરૂરી:
નર્મદા જિલ્લાનાં ડેડીયાપાડા તાલુકાના ગારદા ગામની સીમમાં આવેલ જંગલમાં લશ્કરી વડ પાસેથી તા.૨૬/૦૬/૨૦૨૨ ના અરસામાં એક અજાણ્યા યુવાનની લાશ મળી આવી છે, ત્યારે તેનો વાલી વારસો શોધવા પોલીસે તપાસ હાથ ધરી છે.
મરણ જનાર અજાણ્યો પૂરૂષ ઉ.વ. આશરે ૨૫ થી ૩૦ વર્ષનો છે, જેને કમરે ભુરા કલરનો જાંગીયો પહેરેલ છે તથા ગળામાં સફેદ ધાતુની દિલવાળા લોકેટ વાળી ચેઇન પહેરેલ છે, અને આ કામે મરણ જનારના વાલી વારસો મળી આવેલ ન હોઇ જો કોઈને મરણ જનાર યુવાનને ઓળખતું હોય તો દેડીયાપાડા પોલીસ મથકમાં સંપર્ક કરવા અપીલ કરાઇ છે, આ બાબતે તપાસ કરતા પી.એસ.આઇ એ.એસ.વસાવા પોલીસ સબ ઇન્સ્પેકટર દેડીયાપાડા પોલીસ સ્ટેશનનો સંપર્ક સાધવા જણાવાયું છે.