શ્રોત: ગ્રામિણ ટુડે ન્યુઝ, નર્મદા સર્જનકુમાર
ડેડીયાપાડા બી.આર.સી ભવન ખાતે વિશ્વ વિકલાંગ દિનની ઉજવણી કરવામાં આવી.
3 જી ડિસેમ્બરના રોજ ડેડીયાપાડા બી.આર.સી ભવન ખાતે વિશ્વ વિકલાંગ દિવસની ઉજવણી કરવામાં આવી હતી. જેમાં ડેડીયાપાડા તાલુકાની તમામ સરકારી પ્રાથમિક શાળાઓમાંથી કુલ 171 દિવ્યાંગ બાળકો આવેલ હતા. જેમાં નર્મદા જિલ્લા પ્રાથમિક શિક્ષણાધિકારી જયેશ પટેલ જિલ્લાના આઇ.ઇ.ડી.કો ઓ. અમિતભાઇ રાવલ જિલ્લા એમ.આઇ.એસ. ગુરુભાઈ આ કાર્યક્રમ માં ઉપસ્થિત રહી દિવ્યાંગ બાળકો નો ઉત્સાહ વધાર્યો હતો.
જિલ્લા પ્રાથમિક શિક્ષણાધિકારી જયેશ પટેલે દિવ્યાંગ બાળકો તથા તેમના વાલીઓને કાર્યક્રમ અનુરૂપ માર્ગદર્શન અને પ્રોત્સાહન પૂરું પાડવામાં આવેલ હતું. બી.આર.સી કો ઓ તેજશ વસાવા તથા એજ્યુકેટર તેમજ તાલુકાના સી આર સી કો ઓ દ્વારા સમગ્ર કાયઁક્મ ને સફળ બનાવવામાં આવ્યો હતો. જરૂરિયાતમંદ બાળકોને બસ પાસ, યુ.ડી.આઇ.ડી કાર્ડ, ગુર્લ્સ સ્ટાઇફન ના ચેક તથા વિવિધ પ્રકારની શેક્ષણિક કીટોનું પણ વિતરણ કરવામાં આવેલ હતું.