શ્રોત: ગ્રામીણ ટુડે ન્યુઝ, નર્મદા સર્જનકુમાર
નર્મદા જીલ્લાનાં દેડીયાપાડા તાલુકાના ડુમખલ ગામેથી મોટર સાયકલ ઉપર ઇગ્લીશ દારૂની હેરાફેરી કરતા કુલ- ૨ ઇસમોંને પકડી પાડી કુલ.રૂ.૯૬૨૫ નો પ્રોહી.મુદ્દામાલ કુલ કી રૂ.૧૯૬૨૫/- નો પ્રોહી.મુદ્દામાલ કેસ શોધી કાઢતી દેડીયાપાડા પોલીસ:
પ્રોહી/જુગારના દુષણને ડામવા માટે રાજ્યના પોલીસવડા તરફથી હાલ સમગ્ર રાજ્યમાં પ્રોહી.ડ્રાઇવ રાખવામાં આવેલ હોય જે અંતર્ગત નર્મદા પોલીસ અધિક્ષક નાઓ તરફથી લીસ્ટેડ બુટલેગરોની પ્રવ્રુતી પર વોચ રાખી વધુ ને વધુ પ્રોહીબીશનના કેસો શોધી કાઢવા સુચના મળેલ હોય રાજપીપલા ડીવીઝનના નાયબ પોલીસ અધિક્ષક શ્રી રાજેશ પરમાર સાહેબના માર્ગદર્શન મુજબ ખાનગી બાતમીદારોનુ નેટવર્ક ઉભુ કરી પોલીસ સ્ટેશન વીસ્તારમાં આવી અસામાજીક પ્રવૃત્તિઓ પર અંકુશ મેળવવા સારૂ સુચના મળેલ હોય જે આધારે પો.સ.ઇ.એ.આર.ડામોર તથા સ્ટાફના માણસો સાથે પ્રોહી. રેઇડમાં નીકળેલા તે દરમ્યાન સાથેના પો.કો.રાકેશભાઇને બાતમીદારથી બાતમી મળેલ કે, વડફળી ગામ તરફથી ડુમખલ ગામ તરફ એક મોટર સાઇકલ ઉપર બે ઇસમો ઇગ્લીશ દારૂનો જથ્થો લઇને આવે છે જે બાતમી આધારે ડુમખલ ગામ પાસે નાકાબધીમા હાજર હતા દરમ્યાન ઉપરોક્ત બાતમીવાળી મો.સા.આવતા તેમાં ચેક કરતા એક મીણીયા થેલામાં પ્લા.ના ક્વાટરીયા નગ-૮૫ કી.રૂ. ૭૨૨૫/- તથા ટીન બીયર નગ-૨૪ કી.રૂ.૨૪૦૦/- મળી કુલ કી.રૂ. ૯૬૨૫/- સાથે આરોપી (૧) અરવિંદભાઇ પારસીગભાઇ વસાવા તથા (૨) મુકેશભાઇ બામણીયાભાઇ વસાવા બંને રહે-સાકળી બેઝ ફળીયા નાઓને ઉપરોક્ત પ્રોહી.મુદ્દામાલ તથા મો.સા.૧ કુલ કીમત રૂ.૧૦,૦૦૦/- સાથેમળી કુલ ૧૯,૬૨૫/- નો પ્રોહી.મુદામાલ વાહતુક કરી લઇ આવતા પકડાઇ જઇ તેઓ વિરુદ્ધ પ્રોહીબીશન એક્ટ વિરુદ્ધ ગુનો નોંધી આગળની વધુ તપાસ હાથ ધરેલ છે.