
શ્રોત: ગ્રામીણ ટુડે ન્યુઝ, 24×7 વેબ પોર્ટલ
ડાંગની વિદ્યાર્થીનીએ ચમકાવ્યો રાજ્યકક્ષાનું મંચ: ક્વિઝ સ્પર્ધામાં સમરતીબેન ત્રીજા ક્રમે વિજેતા..!
પ્રદિપ ગાંગુર્ડે, ડાંગ: ડાંગ જિલ્લાના શિક્ષણક્ષેત્રમાં એક ગૌરવપ્રદ કરતી ક્ષણ બની છે. રામકૃષ્ણ આશ્રમ, રાજકોટ દ્વારા આયોજિત અને જિલ્લા શિક્ષણ અધિકારી કચેરી સંચાલિત ડાંગ જિલ્લા કક્ષાની સ્વામી વિવેકાનંદ ક્વિઝ સ્પર્ધામાં સાપુતારા કન્યા સાક્ષરતા નિવાસી શાળાની વિદ્યાર્થીની સમરતીબેન કૈલાશભાઈ ગાયકવાડે ડાંગ જિલ્લામાં પ્રથમ ક્રમ મેળવી નોંધપાત્ર સિદ્ધિ હાંસલ કરી. ત્યારબાદ ગુજરાત રાજ્ય કક્ષામાં પણ સમરતીબેનને ત્રીજા નંબરે વિજેતા તરીકે સ્થાન મળ્યું, જે ડાંગ જિલ્લામાં ગૌરવનો કારણ બની છે.
આ જ સ્પર્ધામાં, એકલવ્ય મોડેલ રેસીડેન્સિયલ સ્કૂલ, ગારખડીની નાયક અંજલબેન જીતેન્દ્ર ડાંગ જિલ્લા કક્ષાએ બીજા નંબરે અને ચિંચલીના વિપુલભાઈ અરવિંદભાઈ વાડેકર ત્રીજા નંબરે વિજેતા તરીકે ચમક્યા હતા.
ડાંગ જિલ્લા શિક્ષણાધિકારી જીગ્નેશ ત્રિવેદી એ ત્રણે વિજેતાઓ અને રાજ્યકક્ષાના વિજેતા સમરતીબેનને અભિનંદન પાઠવી તેમની મહેનત અને પ્રતિભાને સન્માનિત કર્યું છે.
ડાંગ જિલ્લાના વિદ્યાર્થીઓ પોતાની બુદ્ધિ અને પ્રતિભાથી રાજ્ય સ્તરે નામ રોશન કરીને સંપૂર્ણ જિલ્લાને ગૌરવ અપાવ્યો છે.



