શિક્ષણ-કેરિયર

જુના નેત્રંગ ખાતે આવેલ પ્રાથમિક શાળામાં બાળ મેળો યોજાયો:

શ્રોત: ગ્રામિણ ટુડે ન્યુઝ 24×7 વેબ પોર્ટલ

જુના નેત્રંગ ખાતે આવેલ પ્રાથમિક શાળામાં બાળ મેળો યોજાયો:

શાળાનાં બાળકો દ્વારા અલગ અલગ પ્રવૃત્તિઓ કરીને બાળ મેળાને સફળ બનાવ્યો;

સર્જન વસાવા, નેત્રંગ : ભરૂચ જિલ્લાના પ્રાથમિક શાળા જુના નેત્રંગ ખાતે તા.7 જુલાઈ, 2025 ને સોમવારના રોજ બાળમેળા અંતર્ગત વિવિધ પ્રવૃતિઓ શાળાના આચાર્ય શ્રીમતી પ્રજ્ઞાબેન વસાવાના માર્ગદર્શન હેઠળ કરવામાં આવી હતી. ધો.1 અને 2 નાં બાળકો દ્વારા બાળ અભિનય ગીતો કરવામાં આવ્યા હતા. તેમજ અનેક બાળકોએ વેશભૂષામાં ભાગ લીધો હતો. બાળકો દ્વારા સુંદર માટીનાં રમકડાં બનાવવામાં આવ્યા હતા. આ ઉપરાંત ચિત્રકામ, રંગપૂરણીમાં પણ ઉત્સાહપૂર્વક બાળકોએ ભાગ લીધો હતો. આ ઉપરાંત ચીટક કામ, રંગોળી વગેરે પણ કરવામાં આવ્યા હતા. તેમજ વાર્તા કથન પણ કરવામાં આવ્યું હતું. આ ઉપરાંત બાળ રમત જેવી અનેક પ્રવૃત્તિઓ બાળકો દ્વારા કરવામાં આવી હતી, જેમાં તમામ બાળકોએ ઉત્સાહ પૂર્વક ભાગ લીધો હતો. અને આ કાર્યક્રમમાં શાળાનાં આચાર્ય શ્રીમતી પ્રજ્ઞાબેન વસાવા તેમજ શાળાનો સ્ટાફ ગણ સાથે રહી કાર્યક્રમને સફળ બનાવ્યો હતો.

Related Articles

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

Back to top button
error: न्यूज़ पोर्टल के कंटेट को किसी भी प्रकार से कॉपी करना कॉपीराइट आधीनियम के अनुसार प्रतिबंधित है