શ્રોત: ગ્રામીણ ટુડે ન્યુઝ, નર્મદા સર્જનકુમાર
જવાહર નવોદય પ્રવેશ પરીક્ષામાં દેડીયાપાડા ગામનો વિદ્યાર્થી નર્મદા જિલ્લામાં પ્રથમ.
જવાહર નવોદય વિદ્યાલય અથવા નવોદય વિદ્યાલય, ભારત સરકાર દ્વારા પ્રયોગમાં લાવવામાં આવેલ એક શિક્ષણ પરિયોજના છે. આ પ્રયોગનો મુખ્ય હેતુ ભારતના નાનામાં નાના ગામ સુધી ગુણવત્તાસભર શિક્ષણ પહોચાડવાનું છે તે પણ વિદ્યાર્થિના કોઈ પણ આર્થિક-સામાજીક ક્ષમતાના સંદર્ભ વગર. વિદ્યાર્થીને ભણતર-રહેવા-જમવાથી માંડી શાળાનો ગણવેશ નિ:શુલ્ક પુરો પાડવામાં આવે છે. આ સંપૂર્ણ ખર્ચ ભારત સરકાર દ્વારા ઉઠાવવામાં આવે છે. આ શાળાઓમાં વિદ્યાર્થીઓની ભરતી દેશવ્યાપી પ્રવેશ-પરિક્ષા દ્વારા થાય છે. આ પરિક્ષા જિલ્લા પ્રમાણે લેવાંમાં આવે છે.
ધોરણ – 5 માંથી ધોરણ – 6 માં પ્રવેશ માટે પરિક્ષા લેવામાં આવે છે ત્યારે દેડીયાપાડાના રહેવાસી વસાવા રોહિત ભાઈનો પુત્ર વસાવા સ્મિત કુમાર નવોદય પ્રવેશ પરીક્ષામાં જીલ્લામાં પ્રથમ સ્થાન પ્રાપ્ત કર્યું છે.
વસાવા સ્મિત ના પિતાનું કહેવું છે કે મારા પુત્ર નવોદય પરિક્ષા પાસ કરવા માટે તનતોડ મહેનત કરી છે. જે પોતે સરકારી શાળા સ્થિત ખોખરાઉંમર,દેડીયાપાડામાં એનો અભ્યાસ હાલ ચાલુ છે. ત્યાંની સરકારી શાળાના શિક્ષકોનું પણ મોટું યોગદાન રહ્યું છે . સ્મિત આખો દિવસ માત્ર નવોદયની પરિક્ષાની તૈયારી માં જ રહેતો.અને નવોદયની તૈયારી કરવા માટે એને ક્લાસિસ પણ જોઇન્ટ કર્યા હતા.સ્મિતના પિતા રોહિત ભાઈએ જલારામ સ્ટડી સેન્ટરના સંચાલક તડવી મનોજ કુમારના પણ આભાર માન્યા હતા કે મનોજ સર પણ એમના કલાસ માં ખુબ મહેનત કરાવી જેથી મારા છોકરા ને એક સારા માર્ગદર્શક મળતા મારો છોકરો નર્મદા જિલ્લા માં પ્રથમ આવ્યો છે. અને સાથે એમના ક્લાસ માંથી જ ઘણા છોકરા નવોદય પરિક્ષામાં પાસ થયા છે. એ બદલ હું એમનો આભાર માનું છું. અને પોતાના પુત્રના સારા ભવિષ્ય માટે સ્મિતને શુભેચ્છા પાઠવી હતી.