
શ્રોત: ગ્રામીણ ટુડે ન્યુઝ, વ્યારા કીર્તનકુમાર
તાપી જિલ્લાના વ્યારા તાલુકાનાં ચીખલીમાં આદિવાસી સમાજના રીત રિવાજ મુજબ નાંદરીયોદેવનું કરવામાં આવી ઉજવણી: નાંદરીયોદેવનું આદીવાસીઓમાં ઘણું મહત્વ છે, ગામડાઓમાં વસતા પશુપાલકો, ખેડૂતો અને મજુરોમાં આ દીવસનું આગવું મહત્વ રહેલું છે,
,
વર્ષાઋતુના પ્રારંભ બાદ પ્રથમ સારો વરસાદ વરસતાની સાથે ધરતી માથી ઘાસચારો ઊગી નીકળે છે, સાથે કેટલાક અમુક જાતના કંદમૂળ, છોડ તો માત્ર વર્ષા ૠતુની શરૂઆતમાં જ ઉગતા હોય છે, તે ઉગી નીકળે છે ત્યારે નાંદરીયોદેવ ( ડોબહા વાહદેં) કરવામાં આવે છે, આદિવાસીઓની રીત રિવાજ કે માન્યતા કઈ ક આગવી છે! (આં દિવસોમાં ઢોર:ઢાંક માટે ચરવાનો ચારો ઉગી નીકળે છે તો જરૂરી છે કે આદિવાસી લોકો ઉજાણી કરે: અને વિજ્ઞાનની દ્રષ્ટિએ પણ ઘણું મહત્વ છે કે નવાં ચારામાં રહેલાં જીવ જંતુ, અથવા ચારાની આડઅસર લાગે તે પહેલાં રોગપ્રતિકારક શક્તિ માટે મિશ્રણ દરેક ઢોર:ઢાંકરને દવારૂપે અપાય છે.) આ ઉજાણી પહેલાં ગામનાં વડીલો, આગેવાનો વિચારણા કરી આયોજન કરે છે, ત્યારબાદ નક્કી કરેલા દિવસે પુરૂષો જંગલમાં જાય કંદમૂળ, છોડ, ફૂલો તથા વનસ્પતિઓ લઇ આવે છે, તે સાંજે વેઠીયાને ગામમાં બુમ પડાવવામા આવે છે(આજે ગામોમાં વેઠીયાઓ કે બુમાંડીયા જોવાં નથી મળતાં) બીજા દિવસે સવારે ગામ લોકો બળની, કીટલી લઇ સ્થળ પર ભેગા થાય છે, આ જગ્યાએ બધી વનસ્પતિઓ, કંદમૂળ ,છોડ, ફૂલ છુંદવામાં આવે છે, તથા ડાળીઓની ખુટીઓ કાપવામાં આવે છે, આ દરેક મિશ્રણ ભેગા થયેલા લોકોને સરખા ભાગે વહેંચી આપવામાં આવે છે, ઘરે જઈને આ મિશ્રણને પાણીમાં બોળી આખા ઘરમાં છાંટવામાં આવે છે, જ્યારે ખુટીઓ દરવાજાની બારસાખની બંન્ને બાજુએ નીચેની સાઈટે ઠોકવામા આવે છે, જેની માન્યતા મુજબ વર્ષ દરમ્યાન પશુઓ બિમાર પડતા નથી, ઘરમાં રોગ ચાળો, ઘરમાં શાંતિ રહે છે, સાથે આ જગ્યાએ વર્ષ દરમ્યાન ખેતી કામ કરવા માટેની મજૂરોના રોજનું મહેનતાણું, ખેત મજુરોનો રોજ, હળ તથા બળદ ગાડાનો રોજ નક્કી કરવામાં આવે છે, જે ગામ લોકોને આખા વર્ષ દરમ્યાન અમલ કરવાનું મંજૂર હોય છે, આમ તાપી જિલ્લામાં આદિવાસી સમાજ પશુપાલક, ખેડૂતોમાં આગવું મહત્ત્વ ધરાવતા નાંદરીયોદેવ ગામીત ભાષામાં ઢોર:ઢાંક માટેની દવાઓ ( ડોબહાવાહદેં)ની ઉજવણી વ્યારા સ્થિત ચીખલી ગામે કરવામાં આવી.
https://buytadalafshop.com/ – cialis order online
propecia success
Cialis