
શ્રોત: ગ્રામીણ ટુડે ન્યુઝ નર્મદા, સર્જનકુમાર
નર્મદા જીલ્લાનાં દેડીયાપાડા તાલુકાના ચીકડા ગામેથી છાણના ઉકરડામાંથી ભારતીય બનાવટનો કિંમત રૂપિયા ૮૨૦૦/- ઇંગ્લિશ દારૂ શોધી કાઢતી દેડીયાપાડા પોલીસ.
- ગુજરાત રાજ્યમાં દારૂ પ્રવુત્તિ અને જુગાર ને નેસ્ત નાબુદ કરવા સારૂ મુ.પો.અધિ.સા.શ્રી ગુ.રા.ગાંધીનગર નાઓ દ્વારા સ્પેશીયલ ડ્રાઇવનુ આયોજન કરેલ હોય જે ડ્રાઇવ અનુસંધાને નર્મદા જિલ્લા પોલીસ અધિક્ષક શ્રી હીમકરસિંહના ઓની સુચના તથા ના.પો.અધિ.શ્રી રાજપીપલાના ઓના સીધા માર્ગદર્શન આધારે પો.સ.ઇ. શ્રી એ.આર.ડામોર દેડીયાપાડા પો.સ્ટે.તથા સ્ટાફના માણસો પ્રોહી.રેઇડ માં નીકળેલા હતા તે દરમ્યાન પો.સ.ઇ.શ્રી એ.આર.ડામોર નાઓને ખાનગી રાહે બાતમીદારથી બાતમી હકીકત મળેલ કે, “ કરમસીંગભાઇ ઓલીયાભાઇ વસાવા રહે-ચીકદા હાઇસ્કુલ ફળીયા તા.દેડીયાપાડાનો ઇગ્લીશ દારૂનુ ગે.કા.વેચાણ કરે છે અને ઇગ્લીશ દારૂનો જથ્થો તેના ઘરના વાડામાં આવેલ ઉકરડામાં સંતાડી રાખેલ છે “ જે માહિતી આધારે તેના ઘરે રેઇડ કરતા તેના ઘરના વાડામાાં આવેલ છાણના ઉકરડામાં દાટી રાખેલ (૧) સોમ પાવર ૧૦,૦૦૦ સુપર સ્ટ્રોંગ બીયર ૫૦૦ મી.લી.ના બીયર ટીન નંગ-૮ કિ.રૂ.૮૦૦/-તથા (૨) સીગ્રામ ઇમ્પીરીયલ બ્લુ ફોર મહારાષ્ટ્ર ૧૮૦ મી.લી. કાચના ક્વાટરીયા નંગ-૬ કિ.રૂ.૬૦૦/- તથા (૩)લેબલ વગર ના પ્લા.ના ક્વાટરીયા નંગ-૮૦ હક.રૂ.૬૮૦૦/- મળી કુલ હક.રૂ.૮૨૦૦/- નો પ્રોહી.મુદામાલ મળી આવતા તેના વિરુદ્ધ ગુનો નોંધી આગળની વધુ તપાસ હાથ ધરેલ છે,
પોલીસ અધિક્ષક શ્રી નર્મદા તથા ના.પો.અધિ.શ્રી રાજપીપલા નાઓની સુચના અને માર્ગદર્શન આધારે વધુ માંવધુ ઇગ્લીશ દારૂની ગે.કા. હેરાફેરી/વેચાણ કરતા ઇસમો વિરુદ્ધ કાયદેસર કાર્યવાહી કરવા દેડીયાપાડા પોલીસ પ્રયત્નશીલ.