
શ્રોત: ગ્રામીણ ટુડે ન્યુઝ, તાપી કીર્તનકુમાર
તાપી જિલ્લાની ગ્રાન્ટ ઈન એઈડ ઉચ્ચત્તર માધ્યમિક શાળાઓમાં શિક્ષણ સહાયકની ભરતી અંતર્ગત ૭૧૯ ઉમેદવારોનું ડોક્યુમેન્ટ વેરીફીકેશન પુર્ણ.
રાજય સરકારનાં શિક્ષણ વિભાગ દ્વારા ગ્રાન્ટ ઈન એઈડ ઉચ્ચત્તર માધ્યમિક શાળાઓમાં ભરતી પ્રક્રિયા હાથ ધરવામાં આવેલ છે. જેમાં તાપી જિલ્લાને રાજયમાં સૌથી વધુ બીજા નંબરે ૭૧૯ ઉમેદવારો ફાળવવામાં આવેલ હતા. તા.૦૮/૦૩/૨૦૨૧ થી તા.૧૩/૦૩/૨૦૨૧ સુધી દિવસની ચાર બેચમાં ૧૬૦ ઉમેદવારોને કોલલેટર મુજબ ડોકયુમેન્ટ વેરીફિકેશન દક્ષિણાપથ વિવિધલક્ષી વિદ્યાલય વ્યારા ખાતે કરવામાં આવ્યું. ઉમેદવારો માટે મંડપ, પીવાનાં પાણી સહિતની સારી સુવિધા આચાર્ય સંઘ તાપી દ્વારા કરવામાં આવેલ હતી.ઉમેદવારોનાં અયોગ્ય પ્રમાણપત્રો હતા, તેમને નુકસાન ન જાય તે માટે ભરતી નોડલ શિક્ષણ નિરીક્ષક દિનેશભાઈ ચૌધરીએ કોલેજોમાં ફોન કરી સાચા પ્રમાણપત્રો મેળવવામાં ખુબ મદદ કરી હતી. તાપી જિલ્લાને ફાળવેલ કુલ ૭૧૯ માંથી ૬૩૬ ઉમેદવારો હાજર રહી ડોકયુમેન્ટ વેરીફિકેશન કરાવેલ. ૮૩ ઉમેદવારો ગેરહાજર રહેલ હતા. તમામ વિગતો રોજેરોજ ઓનલાઈન કરેલ જેમાંથી ૭૧ ઉમેદવારોની વિગતોમાં સુધારા વધારા હોય તા. ૧૫/૦૩/૨૦૨૧ નાં રોજ ભરતી કમિટિ સમક્ષ લઈ જવાનું જણાવેલ છે. ડોકયુમેન્ટ વેરીફિકેશનમાં જિલ્લા શિક્ષણાધિકારી કચેરીના મદદનીશ શિક્ષણ નિરીક્ષકો, સરકારી શાળાનાં અનુભવી શિક્ષકોએ સુંદર કામગીરી કરેલ હતી. જિલ્લા શિક્ષણાધિકારીશ્રી મણિલાલ સી. ભૂસારાનાં માર્ગદર્શનમાં ખુબ શાંતિપૂર્ણ માહોલમાં ડોકયુમેન્ટ વેરીફિકેશન કામગીરી પુર્ણ કરી.