દક્ષિણ ગુજરાતશિક્ષણ-કેરિયર

ગામીત બોલીમાં તૈયાર કરાયેલ પહેલી ફિલ્મ “ચારી ઓરી ફિરેલી યાહા મોગી”ની ટીમ સાથે કરેલી મુલાકાત:

શ્રોત: ગ્રામીણ ટુડે ન્યુઝ, પત્રકાર નિતેશ વસાવા, પ્રકાશભાઈ

ચારી ઓરી ફિરેલી યાહા મોગી માતા ગામીત ચલચિત્રના લેખક અને ડિરેક્ટર જેમણે ગામીત લોક બોલીમા કુળદેવી યાહા મોગી એટલે દેવમોગરા પર ચલચિત્ર બનાવ્યુ છે. આ ચલચિત્ર પ્રથમ વાર રજૂ થનાર છે મુવી ક્ષેત્રે આદિવાસી બોલી ગામીતમાં પહેલું ફિલ્મ લાવનાર, આ ટીમમાં મુવીના લેખક એવા દિવ્યેશ ગામીત, મુવીના ડાયેકરશ્રી શ્રીરામચંન્દ્ર ચૌહાણ જોડે ગ્રામિણ ટૂડે ન્યુઝ ની ટીમે મૂલાકાત કરી તેમનાં ઈંટરવ્યુ લીધા હતાં, તેમનાં રૂબરૂ થતાં પત્રકાર અને ટીમ નાં મેમ્બરનો સંવાદ નીચેનાં ક્રમ મુજબ સવાલનાં જવાબ આપવા માં આવ્યા હતાં.


(પત્રકાર) પ્રશ્ન 1:- તમને કઈ રીતે ખ્યાલ આવ્યો કે અમારે આ વિષય પર એક મુવી બનાવી છે ? આ મુવી બનાવા પાછળ તમારો કોઈ હેતુ તો હશે ને ?
જવાબ (દિવ્યેશ) : મારા ઘણા એવા મિત્રો છે જે આદિવાસી છે છતાયે તેમને પોતાની ભાષામા બોલતાંય નથી આવડતુ. આવા લોકો ની પોતાની લોકબોલી, માતૃભાષા પ્રત્યે રૂચી જગાડવા, જાગૃતિનાં ભાગરૂપે આ ફિલ્મનુ નિર્માણ કરવામા આવ્યુ છે.
પ્રશ્ન 2:- મુવીના જે કોઈએ કામ કર્યું છે તો હું તમારી ટીમ વિશે જાણવાં માગું છુ ?
જવાબ (દિવ્યેશ): આ મુવી નું ડિરેક્સન શ્રીરામચંન્દ્ર ચૌહાણે કર્યુ છે, અને ઓગસ્ટીન ગામીત, સોનલ ગામીત તેમજ હિરલ ગામીત અને વિક્રમ સલાટ લીડ રોલ મા છે, વિરલ ગામીત, મહેશ ગામીત, ભરત સલાટ અને મયુર ચૌધરી નેગેટિવ રોલ મા જોવા મળશે, પ્રદિપ ચૌધરી અને કલ્પના ગામીતે મહેમાન કલાકાર ની ભૂમિકા ભજવી છે.
પ્રશ્ન 3:- મુવી તમે કયા પ્લેટફોર્મ પર રજૂ કરવાના છો ?
જવાબ (શ્રીરામચંન્દ્ર ચૌહાણ): હાલમા તો સોનગઢ ખાતે રીલીઝ કરીશુ જો રીસ્પોંસ સારો મળ્યો તો બીજા આદિવાસી વિસ્તારો મા પણ આ મુવી રિલીઝ કરીશુ.
પ્રશ્ન 4:- રિલીઝ થવાની સંભવિત કે નક્કી તારીખ ?
જવાબ:આ મુવિ ડિસેમ્બર ના છેલ્લા અઠવાડીયા મા રિલીઝ થશે.
પ્રશ્ન 5:- શુ ફક્ત ગામીત માજ મુવી બનાવશો?
જવાબ: અમે શરૂઆત ગામીત થી કરી છે પરંતુ જો કોઇ અન્ય ભાષા મા મુવી બનાવવા માંગતુ હોય તો તેમનુ પણ સ્વાગત છે. અમે અન્ય લોકબોલીમાં મુવી બનાવીશું.
પ્રશ્ન 6: શુ ગામીત સમાજ કે અન્ય કોઇ સમાજ તરફ થી કોઈ સહાય મળી છે ?
જવાબ: ના. અમને કોઇપણ સમાજ તરફથી કોઇપણ સહાય મળી નથી.
પ્રશ્ન 7:- દર્શક મિત્રોને કોઈ સંદેશો આપવા માંગો છો ?
જવાબ : મિત્રો આ મૂવિ બનાવવા અમે ખૂબ મહેનત કરી છે. મૂવી જોવા જરૂર પધારજો, અને નવોદિત આદિવાસી કલાકરોને પ્રોત્સાહન આપવા વિનંતી.
પત્રકાર (ગ્રામીણ ટુડે ન્યુઝ): આ ગામીત બોલીમાં બનાવેલ ફિલ્મ ખુબજ લોકપ્રિય બને અને ધમાકેદાર રીતે રજુ થાય અને આદિવાસી અને અન્ય સમાજમાં આપને ખુબમાં લોક ચાહના મળે તેવી અમારા તરફથી તમામ કલાકરો અને ડાયરેક્ટર, લેખક તથા અન્ય ટીમ મેમ્બર્સને ખુબ ખુબ અભિનંદન.
અને જો તમે તમારા ધંધા, સંગઠન, સંસ્થા કે વ્યક્તિગત બિઝનેશનું પ્રમોશન આ મૂવીમા કરવા માંગતા હોય તો સ્પોન્સરશીપ આવકાર્ય છે. આપ સ્પોન્સરશીપ માટે+91 99257 70492 પર સંપર્ક કરી શકો છો.

Related Articles

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

Back to top button
error: न्यूज़ पोर्टल के कंटेट को किसी भी प्रकार से कॉपी करना कॉपीराइट आधीनियम के अनुसार प्रतिबंधित है