
શ્રોત: ગ્રામીણ ટુડે ન્યૂઝ,નર્મદા સર્જન કુમાર વસાવા
નર્મદા જિલ્લાના દેડીયાપાડા તાલુકાના કોરોના વોરિયર્સને “રાષ્ટ્રીય લોક અધિકાર મંચ” દ્વારા પ્રમાણપત્ર આપીને સન્માન કરવામાં આવ્યું હતું, Covid 19 વૈશ્વીક મહામારીમાં આંખો દેશ લડી રહ્યો છે, ત્યારે ડેડીયાપાડા પોલીસ સ્ટાફ અને આરોગ્ય વિભાગ પોતાનાં પરીવાર તેમજ જીવને જોખમમાં મુકીને જનતાને આ કોરોનાથી બચાવવા સતત ખડે પગે ઉભા રહીને સેવા બજાવવાને તત પર છે ત્યારે ડેડીયાપાડા તાલુકામાં “રાષ્ટ્રીય લોક અધિકાર મંચ”ના નર્મદા જિલ્લાના અધ્યક્ષશ્રી જેસીંગભાઇ એન વસાવા દ્વારા ડેડીયાપાડા પોલીસ સ્ટેશનના PSI શ્રી.એ.આર.ડામોર તેમજ LIB પો.કો.શ્રી.મંગુભાઇ બી.વસાવા તથા ડેડીયાપાડા તાલુકા ના T.H.O હેતલબેન એસ વસાવા ને “રાષ્ટ્રીય લોક અધિકાર મંચ” દ્વારા તેઓની આ નીડર કામગીરી અને ત્વરિત સેવાઓ બદલ તેઓને “કોરોના વોરિયર્સ” તરીકે પસંદગી કરીને તેમને પ્રમાણપત્ર આપી સન્માનિત કરવામાં આવ્યાં હતાં, તેઓએ કોરોનાજંગ સાથે લડીને પ્રશંસનીય કામગીરી કરેલ છે, જ્યારે સમગ્ર વિશ્વ હાલ વત્તા ઓછા અંશે કોરોના વાયરસ (Covid -19) થી સંક્રમિત છે, નર્મદા જિલ્લામાં પણ તેની અસર છે, જિલ્લામાં કોરોના વાયરસના સંક્રમણને અંકુશિત રાખવા માટે સમગ્ર વહીવટી તંત્ર અવિરત પ્રયાસો કરી રહ્યું છે ત્યારે વિશ્વવ્યાપી રોગચાળા સામે આ સંઘર્ષમાં સામાજીક જવાબદારી તથા અંગત હિતો કરતા તેમણે ફરજને વધુ પ્રાધાન્ય આપી નિષ્ઠાપૂર્વક અવિરત કામગીરી કરી છે.