શિક્ષણ-કેરિયર

કુકરમુંડા તાલુકાના આમોદાની શાળામાં 44 ભૂલકાઓ વચ્ચે માત્ર એકજ શિક્ષક: 

શ્રોત: ગ્રામિણ ટુડે ન્યુઝ, નિઝર  હિતેશ નાઈક

કુકરમુંડા તાલુકાના આમોદાની શાળામાં 44 ભૂલકાઓ વચ્ચે માત્ર એકજ શિક્ષક:  જીહા આપણે ગુજરાત રાજ્ય ની એક એવી શાળા ની વાત કરી રહ્યા છીએ કે જે ગામમાં શિક્ષણ સુવિધા ઉપલબ્ધ તો કરાઈ છે, પણ ત્યાં ગામનાં વાલીઓ  પોતાના બાળક ને ભણાવવા મુક્તા પહેલા ઘણું વિચારે છે, કે અમારું બાળક ભણી ગણીને આગળ કેમ વધશે.? કે શાળા માં  ગુરુ વગર જ્ઞાન કેવી રીતે મેળવશે.? 

આખા ગુજરાતમાં ચાલતાં કન્યા કેળવણી અને શાળા પ્રવેશોત્સવ જેવાં કાર્યક્રમો અહિયાં પણ થાય છે, પણ પ્રાથમિક શાળાની વાસ્તવિકતા શિક્ષણ વિભાગ , તંત્ર અને નેતાગણને દેખાય છે ક્યાં..? 

આમોદાની શાળામાં 44 ભૂલકાઓ વચ્ચે માત્ર એકજ શિક્ષક.. પડેગા ઇન્ડિયા તો ફિર બડેગા ઇન્ડિયાના ગુજરાત સરકારના સ્લોગન ના ઉડી રહ્યા છે  ધજાગરા…!  આ સ્કૂલમાં પ્રવાસી શિક્ષક પણ મૂકવા માટે મંજૂરી આપાતી નથી. જો હાલ પૂરતી પ્રવાસી શિક્ષક ને મજૂરી આપવામાં આવે તો હાલ ની સમસ્યા દૂર થઈ શકે તેમ છે… તંત્ર કે  શિક્ષણ વિભાગની બેદરકારી કહો કે પછી જવાબદારો ને આ બાબતે કઈ કરવામાં રસ નથી એમ કહેવું નકારી શકાય તેમ નથી: બીજી તરફ આદિવાસી વિસ્તાર કે  બાળકો હોય કદાચ કુણું વલણ તો નથી રખાય રહ્યું ને..? 

નિઝર:  તાપી જિલ્લાના છેવાડાના કુકરમુંડા તાલુકામાં આવેલા આમોદા તર્ફે સતોના ગામની પ્રાથમિક શાળામાં 1 થી 5 ધોરણમાં આશરે 44 જેટલાં બાળકો અભ્યાસ કરી રહ્યા છે . જે બાળકો માટે માત્ર એક જ શિક્ષક હોવાથી બાળકોનો ભવિષ્ય અંધકારમાં જોવા મળી રહ્યો છે. કેટલાક સમયથી આ પ્રાથમિક શાળામાં ધોરણ -1 થી 5 ના બાળકો વચ્ચે માત્ર એક શિક્ષકથી ગાડુ ગબડાવવામાં આવી રહ્યું છે. સાતેક વર્ષથી શાળા માત્ર એક જ શિક્ષકના ભરોશે આમોદા તર્ફે સતોના ગામની પ્રાથમિક શાળામાં બે આરોડાઓ હોય જે શાળામાં શિક્ષકની ઘટ હોવાથી ધોરણ -1 થી 5 માં અભ્યાસ કરતા 44 જેટલાં બાળકોને એક જ ઓરડામાં બેસાડીને ભણાવવામાં આવી રહ્યા છે.
આમોદા તર્ફે સતોના ગામની પ્રાથમિક શાળામાં આસરે સાતેક વર્ષથી માત્ર એક જ શિક્ષકથી શાળા ચાલી રહી છે. અનેક વાલીએ બાળકોને અન્ય શાળામાં મુક્યા પ્રાથમિક શાળામાં માત્ર એક જ શિક્ષક હોવાથી બાળકોના વાલીઓને પણ પોતના બાળકોનો ભવિષ્ય અંધકારમાં દેખાતા અનેક વાલીઓ આ પ્રાથમિક શાળામાંથી બાળકોને બીજી પ્રાથમિક શાળામાં મુકી રહ્યા  હોવાનું પણ જાણવા મળેલ છે. પ્રાથમિક શાળામાં બાળકો માટે પાયાના શિક્ષણમાં શિક્ષક પૂરતા ના હોય એ કેટલુ યોગ્ય કહેવાય, આમોદા ગામની પ્રાથમિક શાળામાં શિક્ષકનું ઘટ હોવા છતાં અન્ય શિક્ષકની નીમણુંક કરાઇ નથી. જેથી લોક માગ ઉઠી છે કે અહીં કાયમી શિક્ષક ની નિમણૂક કરવામાં આવે અથવા હાલ પૂરતા પ્રવાસી શિક્ષક ની મંજૂરી આપી પ્રવાસી શિક્ષક મૂકવા માં આવે તેવી અમોદા ગામનાં  ગ્રામજનો માગ કરી રહ્યા  છે.

Related Articles

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

Back to top button
error: न्यूज़ पोर्टल के कंटेट को किसी भी प्रकार से कॉपी करना कॉपीराइट आधीनियम के अनुसार प्रतिबंधित है