
શ્રોત : ગ્રામીણ ટુડે ન્યુઝ, ભરૂચ સુનિતા રજવાડી
ભરૂચ શહેરમાં આવેલ રોટરી ક્લબ પાછળ મારવાડી ટેકરા પાસે રહેણાક મકાનમાંથી ભારતીય બનાવટનાં વિદેશી દારૂ કિં.રૂ. ૧૮,૫૦૦/- તથા દેશી દારૂ કિં.રૂ. ૧૫૦૦/- નો મુદ્દામાલ ઝડપી પાડી પ્રોહીબીશનનો કેસ શોધી કાઢતી ભરૂચ શહેર એ ડીવીઝન પોલીસ
ભરૂચ: પોલીસ મહાનિરીક્ષકશ્રી હરિકૃષ્ણ પટેલ વડોદરા વિભાગ, વડોદરા તથા ભરૂચ પોલીસ અધિક્ષકશ્રી રાજેન્દ્રસિંહ ચુડાસમા નાઓ તરફથી જીલ્લામાં પ્રોહી/જુગાર ની અસમાજીક પ્રવૃતિ ચલાવતા ઈસમો ઉપર રેઇડો કરી કાયદેસર કાર્યવાહી કરવા અંગેની સુચના મળતા મદદનીશ પોલીસ અધિક્ષકશ્રી વિકાસ સુંડા ભરૂચ વિભાગ, ભરૂચ નાઓના માર્ગદર્શન હેઠળ ભરૂચ શહેર “એ” ડીવી. પો.સ્ટે. પો.ઈન્સ.શ્રી એ.કે. ભરવાડ તથા સર્વેલન્સ સ્ટાફનાં માણસો કોરોના મહામારી અંગે કર્ફ્યુ અમલવારી હેતુસર અલગ અલગ વિસ્તારમા પેટ્રોલીગમા હતા તે દરમ્યાન બાતમી આધારે એક ઇસમ ભારતીય બનાવટનાં વિદેશી દારૂ કિં.રૂ. ૧૮,૫૦૦/ તથા દેશી દારૂ કિં.રૂ. ૧૫,૦૦/- ના મુદ્દામાલ મળી કુલ રૂપિયા ૨૦,૦૦૦/- નાં મુદ્દામાલ સાથે હસ્તગત કરી પ્રોહીબિશન અંગેનો ગુનો રજીસ્ટર કરવામાં આવેલ છે.
પકડાયેલ આરોપીઓ:
(૧) હેમંતભાઇ નટવરભાઇ પરમાર ઉં,વ,૨૪ રહે.ધોળીકુઇ બજાર, મારવાડી ટેકરો, ભરૂચ. (૨) વોન્ટેડ આરોપી- મહેરૂનીશા W/O ઇમરાનશા કરીમશા દિવાન રહે, મારવાડી ટેકરો, ભરૂચ.
કામગીરી કરનાર અધિકારી કર્મચારી:
(૧) P।શ્રી એ.કે. ભરવાડ(૨) HC રાજેન્દ્રભાઇ નાથાભાઇ (૩) HC જીતેન્દ્રભાઇ પ્રભાતભાઇ (૪) PC સરફરાઝ મહેબુબ (૫) PC જસવંતભાઇ ચંદુભાઇ (૬) PC પ્રદીપ બાબુભાઇ (૭) PC કાનુભાઇ શામળાભાઇ (૮) PC દિપકભાઇ રાજેન્દ્રભાઇ (૯) PC શક્તિસિંહ જીલુભા (૧૦) PC અજયસિંહ અભેસિંહ (૧૧) PC વિજયભાઇ ધનાભાઇ