
શ્રોત : ગ્રામીણ ટુડે ન્યુઝ, 24×7 વેબ પોર્ટલ
ઉત્તર બુનિયાદી પ્રાથમિક શાળા મૌઝા ખાતે ધોરણ ૮ ના વિદ્યાર્થીઓનો દિક્ષાંત કાર્યક્રમ યોજાયો;
હકીકતમાં તો વિદાય આપી છે સમયને, સંબંધ તો છે ને રહેશે, એ જ તો છે જિંદગીની કમાણી: ધોરણ ૮ નાં વિદ્યાર્થીઓ:
નેત્રંગ તાલુકાના મૌઝા ખાતે આવેલ ઉત્તર બુનિયાદી પ્રાથમિક શાળામાં આજ રોજ ૨૪,એપ્રિલ,૨૦૨૩ નાં રોજ શાળામાં ધોરણ ૮ ના બાળકો માટે દિક્ષાંત કાર્યક્રમ રાખવામાં આવ્યો હતો. કાર્યક્રમની શરૂઆત શાળાના બાળકો દ્વારા પ્રાર્થનાથી કરવામાં આવી હતી.
સૌપ્રથમ શાળાના શિક્ષકો તેમજ ઉપસ્થિત મહેમાનો દ્રારા બાળકોને આશીર્વચનો આપવામાં આવ્યા. તેમજ ભવિષ્યમાં કોઈ પણ ક્ષેત્રે ઉચ્ચ શિખરે પોહચે અને દેશ, સમાજની સેવા કરે એવી લાગણીઓ વ્યક્ત કરી હતી. તેમજ આ કાર્યક્રમમાં શાળાના ભૂતપૂર્વ આચાર્ય શ્રીમતી અંજનાબેન વસાવા, શ્રી નવીનભાઈ વસાવા હાજર રહ્યા હતા. તેમજ S.M.C ના અધ્યક્ષ વર્ષાબેન વસાવા, હાઇસ્કુલના આચાર્યશ્રી પ્રદીપભાઈ પટેલ, IHRPC નર્મદા જિલ્લા ચેરમેન સર્જન વસાવા, S.R.F. ફાઉન્ડેશનના કલ્પેશભાઈ વસાવા, મીનેશભાઈ વસાવા, અનિલભાઈ વસાવા તથા adani ફાઉન્ડેશન સ્મિતાબેન વસાવા તેમજ શાળાના શિક્ષકોએ હાજર રહી વિદ્યાર્થીઓને શુભેચ્છાઓ અને માર્ગદર્શન આપ્યું હતું બાળકોએ પણ શાળાને સ્મૃતિભેટ સ્વરૂપે તેમજ પર્યાવરણને ઉપયોગી થવાની ભાવના સાથે હંમેશા યાદ રહે એવી ફળાઉ વૃક્ષોની ભેટ શાળાને આપી હતી. ધોરણ ૮ ના વિદ્યાર્થીઓ તથા ભૂતપૂર્વ આચાર્ય શ્રીમતિ અંજનાબેન તેમજ મહેમાનો દ્વારા શાળાના કમ્પાઉન્ડમાં વૃક્ષારોપણ કરવામાં આવ્યું હતું.
રિપોર્ટર: સર્જન વસાવા, નર્મદા