
શ્રોત: ગ્રામિણ ટુડે ન્યુઝ, ડાંગ રામુભાઈ માહલા
સરકારી માધ્યમિક શાળા આહવા ખાતે મંત્રી શ્રી જીતુભાઇ ચૌધરીની ઉપસ્થિતિમા યોજાયો શિક્ષક દિન ;
જિલ્લાના શ્રેષ્ઠ શિક્ષકશ્રીઓને પારિતોષિક અને પ્રતિભાશાળી વિદ્યાર્થીઓને સન્માનિત કરાયા ;
ડાંગ, આહવા: શિક્ષણ વિભાગ, ગુજરાત રાજ્ય પ્રેરિત જિલ્લા શિક્ષણાધિકારીની કચેરી અને જિલ્લા પ્રાથમિક શિક્ષાધિકારીની કચેરી, ડાંગ દ્વારા આજરોજ કલ્પસર અને મત્સ્યોઉધ્યોગ (સ્વતંત્ર હવાલો), નર્મદા, જળ સંસાધન અને પાણી પુરવઠા (રાજ્ય કક્ષા) મંત્રી શ્રી જીતુભાઇ ચૌધરીની પ્રેરક ઉપસ્થિતિમા સરકારી માધ્યમિક શાળા આહવા ખાતે શિક્ષક દિનની ઉજવણી કરવામા આવી હતી.
આ પ્રંસગે ગુજરાત રાજ્ય કક્ષાના મંત્રી શ્રી જીતુભાઇ ચૌધરીએ જણાવ્યુ હતુ કે, ગુજરાત રાજ્યમા શિક્ષણની દિશા બદલાઈ છે. ગુજરાતના શિક્ષણ ક્ષેત્રે લોકલાડીલા વડાપ્રધાન શ્રી નરેદ્રભાઈ મોદીનો અમૂલ્ય ફાળો રહ્યો છે. રાજ્ય સરકાર શિક્ષણ બાબતે સતત ચિંતિત છે. સરકારી શાળાઓ, માધ્યમિક અને ઉચ્ચતર માધ્યમિક તેમજ આશ્રમ શાળાઓમા તમામ પ્રકારની સુવિધાઓ સાથે ઉચ્ચ શિક્ષણ માટે સરકારના સતત પ્રયાસ રહ્યા છે.
શિક્ષણ થી અમૂલ્ય જ્ઞાન પીરવસાવાનુ કાર્ય શિક્ષકો કરી રહ્યા છે. દેશને પ્રગતિશીલ બનાવવા માટે શિક્ષણ અને સંસ્કાર પણ ખુબ જ જરૂરી છે. વઘુમા સરકાર દ્વારા તૈયાર કરવામા આવેલ અત્યાધુનિક શાળાઓ તેમજ શિક્ષણ ક્ષેત્રે પ્રગતિ કરાવનાર શિક્ષકોનો મંત્રીશ્રીએ આભાર વ્યક્ત કર્યો હતો.
જિલ્લા પંચાયત પ્રમુખ મંગળભાઈ ગાવિતે જણાવ્યુ હતુ કે, ડાંગ જેવા અંતરિયાળ વિસ્તારમા શિક્ષકોએ શિક્ષણની જ્યોત જગાવી છે. આજે ડાંગ જિલ્લાના વિદ્યાર્થીઓ દરેક ક્ષેત્રમા પ્રગતિ કરી રહ્યા છે. આ સાથે જ શિક્ષકો બાળકોમા સારી કેળવણી, ઘડતર પ્રક્રિયા કરે તેવી અભ્યર્થના વ્યક્ત કરી હતી.
ધારાસભ્ય શ્રી વિજયભાઈ પટેલે આ પ્રંસગે જણાવ્યુ હતુ કે, ભારતનુ ઉજ્જવળ ભવિષ્ય ઘડવાનુ ઉત્તમ કાર્ય શિક્ષકો કરી રહ્યા છે. ડાંગ જેવા વિસ્તારમા શિક્ષણનો વ્યાપ વધી રહ્યો છે જેના કારણે બાળકોની પ્રતિભા પણ વિકસિ રહી છે.
ડાંગ જિલ્લા પંચાયત શિક્ષણ સમિતિના અધ્યક્ષ શ્રીમતી નિલમબેન ચૌધરીએ ડાંગ જિલ્લાના શિક્ષણની રૂપરેખા આપી હતી. તેઓએ જણાવ્યુ હતુ કે, ડાંગ જિલ્લામા સરકારી 29, બિન સરકારી 18, ખાનગી 07, અને ટ્રાઈબલ તથા સમાજકલ્યાણની 14 મળીને 68 માધ્યમિક અને ઉચ્ચતર માધ્યમિક શાળાઓ કાર્યરત છે. વર્ષ 2022મા સામાન્ય પ્રવાહ ધોરણ 12 ડાંગ જિલ્લો 95.41% સાથે સમગ્ર ગુજરાતમા પ્રથમ ક્રમે હતો. ધોરણ 10મા 68.59% સાથે દક્ષિણ ઝોનમા બીજા ક્રમે રહ્યો હતો. તેમજ વર્ષ 2022મા ધોરણ 10મા 3 શાળાઓ અને ધોરણ 12 સામાન્ય પ્રવાહમા 14 શાળાઓનુ પરિણામ આવેલ છે. આ ઉપરાંત જિલ્લામા કુલ 432 પ્રાથમિક શાળાઓ આવેલ છે. જેમા ચાલુ વર્ષે 6068 બાળકોનુ નામાંકન થયેલ છે.
શિક્ષક દિન નિમિત્તે ઉપસ્થિત મહાનુભાવોના હસ્તે જિલ્લાના શ્રેષ્ઠ જિલ્લા તેમજ તાલુકા લેવલના શિક્ષકો, તેમજ પ્રતિભાશાળી વિદ્યાર્થીઓ આ ઉંપરાત પોતાના વિષયમાં 100% પરિણામ પ્રાપ્ત કરનારા શિક્ષકો વેગેરેને સન્માનિત કરવામા આવ્યા હતા.
આ પ્રંસગે ડાંગ જિલ્લા કલેક્ટર ભાવિન પંડ્યા, જિલ્લા વિકાસ અધિકારી યોગેશ જોષી, જિલ્લા પંચાયત શિક્ષણ સમિતિના અધ્યક્ષ શ્રીમતી નીલમબેન ચૌધરી, જિલ્લા શિક્ષણ અધિકારીશ્રી એમ.સી.ભુસારા, ભાજપ પાર્ટી પ્રમુખ દશરથભાઈ પવાર, વરિષ્ઠ શિક્ષકો, શૈક્ષણિક સંસ્થાના વડાઓ સહીત અન્ય મહાનુભાવો તેમજ જિલ્લાના શિક્ષકો ઉપસ્થિત રહ્યા હતા.