શ્રોત: ગ્રામીણ ટુડે ન્યુઝ, 24×7 વેબ પોર્ટલ
“સ્વચ્છતા હી સેવા” ડાંગ જીલ્લો અંતર્ગત :
આહવાની દિપદર્શન શાળા ખાતે વિધ્યાર્થીઓ દ્વારા સ્વચ્છતા ઝૂંબેશ હાથ ધરાઇ:
આહવા: “સ્વચ્છતા હી સેવા” અભિયાન અંતર્ગત આહવાની દિપદર્શન માધ્યમિક શાળા ખાતે સ્વચ્છતા ઝુંબેશનુ આયોજન કરવામા આવ્યુ હતુ.
સ્વચ્છતા ઝૂંબેશમા શાળાના આચાર્યા સિસ્ટર સુહાસિની પરમાર દ્વારા વિદ્યાર્થીઓને જીવનમા સ્વચ્છતાનુ મહત્વ શુ છે તે અંગેની સમજણ આપવામા આવી હતી.
સ્વચ્છતા ઝુંબેશની સેવા પહેલી ઑક્ટોબરથી થઈ હતી. જેમા શાળાના ધોરણ ૯ થી ૧૨ના વિદ્યાર્થીઓએ શાળાના વર્ગખંડો, પરિસર, રમતનુ મેદાન, શાળાની આસપાસ આવેલી જગ્યાઓ, અને આહવા ગામની શેરીઓ, રસ્તાઓ તેમજ તળાવની આસપાસની જગ્યાઓની સફાઈ કરી હતી.
આ સ્વચ્છતા ઝુંબેશમા શાળાના એન.એસ.એસ. યુનિટના સ્વયં સેવકોએ પ્રોગ્રામ ઑફિસર શ્રી પ્રકાશભાઈ ગામીત તથા તેમના સાથી શિક્ષકો શ્રી ખુશાલભાઈ વસાવા, શ્રી વિજયભાઈ પવાર, શ્રી શમુએલભાઇ ભોવર તથા શ્રીમતી ગજરાબેન કોકણીના માર્ગદર્શન હેઠળ વિધ્યાર્થીઓએ સ્વચ્છતા જાળવવાની પ્રતિજ્ઞા લીધી હતી.
પત્રકાર: રામુભાઇ માહાલા બ્યુરો ચીફ ડાંગ