
શ્રોત:ગ્રામીણ ટુડે ન્યુઝ, નર્મદા સર્જનકુમાર
નર્મદા જિલ્લા આયુર્વેદ કચેરી દ્વારા જિલ્લામાં કોરોના પોઝિટીવ કન્ટેન્મેન્ટ વિસ્તાર-બફરઝોન વિસ્તાર સહિત જિલ્લાના અન્ય વિસ્તારોમાં આયુર્વેદિક ઉકાળો, આયુર્વેદ દવા સંશમની વટીની સાથોસાથ હોમિયોપેથી આર્સેનિક આલ્બમ-૩૦ પોટેન્સી દવાનું નિ:શુલ્ક વિતરણ કરાયું:
જિલ્લા આયુર્વેદ વિભાગ દ્વારા ૮,૫૦,૦૦૭ લોકોને આયુર્વેદિક ઉકાળો તેમજ ૩,૯૫,૦૯૬ લોકોને આર્સેનિક આલ્બમ-૩૦ પોટેન્સી ગોળીની સાથોસાથ ૧૬૮૦ લોકોને આયુર્વેદ દવા સંશમની વટીનું આજદિન સુધી નિ:શુલ્ક વિતરણ કરાયું:
રાજપીપલા, આરોગ્ય અને પરિવાર કલ્યાણ વિભાગ નિયામકશ્રી આયુષની કચેરી, ગાંધીનગરના ગાઇડલાઇન મુજબ જિલ્લા કલેક્ટરશ્રી મનોજ કોઠારીના માર્ગદર્શન અને જિલ્લા વિકાસ અધિકારીશ્રી ડૉ. જીન્સી વિલીયમની રાહબરી હેઠળ નોવેલ કોરોનાની મહામારીને લીધે જિલ્લાના તમામ લોકોને કોરોના વાયરસના સંક્રમણથી સુરક્ષિત રાખવા તેમજ રોગપ્રતિકારક શક્તિ વધે તે હેતુસર જિલ્લા આયુર્વેદ વિભાગ દ્વારા જિલ્લાના કોરોના પોઝિટીવ કન્ટેન્મેન્ટ વિસ્તાર-બફરઝોન વિસ્તાર સહિત જિલ્લાના અન્ય વિસ્તારોમાં આજદિન સુધી ૮,૫૦,૦૦૭ લોકોએ આયુર્વેદિક ઉકાળાનો લાભ લીધો છે તેમજ હોમિયોપેથી રક્ષણાત્મક ઉપાય તરીકે આર્સેનિક આલ્બમ-૩૦ પોટેન્સી ગોળી ૩,૯૫,૦૯૬ લોકોને વિતરણ કરાઇ છે. તેની સાથોસાથ ૧૬૮૦ લોકોને આયુર્વેદ દવા સંશમની વટીનું નિ:શુલ્ક વિતરણ કરવામાં આવી રહ્યું છે.
.
જિલ્લા આયુર્વેદ અધિકારી વૈદ્ય ડૉ. નેહા પરમારે જણાવ્યું હતું કે, જિલ્લામાં કોરોના પોઝિટીવ વિસ્તારમાં સરકારશ્રીની ગાઇડલાઇન મુજબ કન્ટેન્મેન્ટ-બફરઝોન વિસ્તાર જેવા કે, ઝાંખ, ઘાટોલી, પૂંજારીગઢ, વાંસલા, લાછરસ,થરી તેમજ તિલકવાડા તાલુકાના કાકડીયા અને સાગબારા તાલુકાના ગોટપાડા ખાતે ઉકાળા વિતરણની સાથોસાથ રાજપીપલા શહેરી અર્બન વિસ્તાર આદિત્ય-૧ અને આદિત્ય-૨ બંગ્લોઝ, રાજેન્દ્રનગર સોસાયટી, આશાપુરા માતા મંદિર, કાછીયાવાડ વિસ્તાર સહિત જિલ્લાના અન્ય વિસ્તારોમાં આયુર્વેદ દવા સંશમની વટી અને હોમિયોપેથી આર્સેનિક આલ્બમ-૩૦ પોટેન્સી ગોળીનું વિતરણ કરવામાં આવેલ છે.
વધુમાં વૈદ્ય ડૉ. નેહા પરમારે ઉમેર્યું હતું કે, કોરોના રોગ સામેની લડતમાં સાવચેતી રાખવા રોજ શક્ય હોય તો હુંફાળું પાણી પીવું, એકવાર હળદરવાળું હુંફાળું દુધ પીવું, અજમાને પાણીમાં ઉકાળીને નાસ લેવા, લવિંગના ૧-૨ ગ્રામ પાવડરમાં મધ ઉમેરીને એકવાર ચાટવું, ઘરગથ્થુ હર્બલ આયુર્વેદ ઉકાળો બનાવીને પીવો, જેમાં ૨ કપ પાણી તપેલીમાં લઇને તેમાં ૫ થી ૧૦ તુલસીના પાન, ૫ થી ૧૦ ફુદીના પાન, ૫ ગ્રામ આદું, ૫ ગ્રામ ગોળ, ૨ નંગ-મરીનો ભુકો નાંખીને અડધુ બળે ત્યા સુધી ઉકાળીને ગાળીને પીવો આ એક વ્યક્તિ માટે ઉકાળાનું માપ છે તે મુજબ ઘરમાં બધા જ સભ્યોએ સવારે નરણાં કોઠે આ ઉકાળો પીવા અને ઘરમાં ગૂગળ, કપુરનું ધુપ કરવા તથા યોગ-પ્રણાયામ કરવાની સાથે કોરોનાના રોગ માટે આ અક્સીર ઉપાય છે.
આ કામગીરીમાં જિલ્લાના હોમિયોપેથી મેડીકલ ઓફીસર ડૉ.સ્વેજલ ગાંધી, ડૉ.પિનાકીન પરમાર અને સરકારી આયુર્વેદ કોલેજ સંલગ્ન હોસ્પિટલના હોમિયોપેથી વિભાગના ડૉ.ઝરણા પરમાર દ્વારા હોમિયોપેથી તથા વૈદ્ય રાજેશ.બી.પાટીલ, વૈદ્ય આશિષ સેલોત અને વૈદ્ય આકાશ.ડી.મારૂના સહયોગ થકી આયુર્વેદ દવા-વિતરણ કામગીરી ચાલી રહી હોવાનું તેમણે જણાવ્યું હતું.