
શ્રોત : ગ્રામિણ ટુડે ન્યુઝ 24×7 વેબ પોર્ટલ
અખિલ ગુજરાત ગામીત સમાજ સેવા મંડળ, વ્યારા ઘ્વારા ગામીત સમાજનાં વિદ્યાર્થીઓ જોગ સંદેશ:
ગ્રામીણ ટુડે, તાપી: અખિલ ગુજરાત ગામીત સમાજ સેવા મંડળ, વ્યારા ઘ્વારા ગામીત સમાજનાં વિદ્યાર્થીઓ જોગ એક અખબારી યાદીમાં જણાવ્યું હતુ કે ચાલુ વર્ષ-૨૦૨૫ માં લેવાયેલ ધોરણ-૧૦ તથા ઘોરણ-૧૨ ની બોર્ડની પરીક્ષા તથા ગ્રેજયુએશન માટે આપેલ પરીક્ષામાં ઉપસ્થિત વિદ્યાર્થીઓનાં ભવિષ્યની કારકિર્દી માટે જરૂરી માર્ગદર્શન “સેમીનાર” આગામી મે-૨૦૨૫ નાં માસમાં રાખવાનું સમાજની સંસ્થા ઘ્વારા નકકી કરવામાં આવેલ છે.
આ સેમીનારમાં ભાગ લેવા માંગતા વિદ્યાર્થીઓએ તા. ૦૭/૦૫/૨૦૨૫ સુધીમાં પોતાનું નામ, સરનામુ, મોબાઈલ નંબર તથા ઘોરણની વિગત સાથેની માહિતી નીચે જણાવેલ મોબાઈલ નંબર ઉપર વ્હોટસએપથી અગર મેસેજ ઘ્વારા મોકલી રજીસ્ટ્રેશન કરાવવા વિનંતી છે. કે જેથી સંખ્યાને ઘ્યાને લઈ વ્યવસ્થાનાં આયોજન માટે સંસ્થાને સુગમતા રહે.
મોબાઈલ નંબર: ૯૬૮૭૬૫૭૩૨૯
અર્જુનભાઈ ગામીત.
મો. ૯૩૧૬૨૦૫૯૮૦ લક્ષ્મણભાઈ ગામીત.
મો. ૯૫૮૬૬૯૬૯૧૦ સલીલભાઈ ગામીત.
મો. ૯૮૭૯૩૮૩૭૮૯ સુમનભાઈ ગામીત.