
શ્રોત: ગ્રામીણ ટુડે ન્યુઝ, નર્મદા સર્જનકુમાર
નાલાકુંડ પાસે રીક્ષામાં લઈ જવાતો રૂપિયા 60,700/- ઇંગ્લિશ દારૂના મુદ્દામાલ સાથે બે ઇસમોને ઝડપી પાડતી સાગબારા પોલીસ;
સાગબારા તાલુકામા આવેલા નાલાકુંડ ગામના પુલ પાસે CNG રિક્ષામાં ભરી મહારાષ્ટ્રથી ગુજરાત તરફ લઇ અવાતો ભારતીય બનાવટનો ઈંગ્લીશ દારૂના મુદ્દામાલ સાથે બે ઈસમો ની પોલીસે ધરપકડ કરી છે.
સાગબારા પોલીસના સ્ટાફના માણસો પોલીસ સ્ટેશનની હદ માં આવેલ નાલાકુંડ ગામના પુલ પાસે નાઈટમાં પ્રોહિબેશન તકેદારી વોચમાં હતા તે દરમિયાન મહારાષ્ટ્ર તરફ થી આવતી એક ઓટો રીક્ષામાં આવતાં રીક્ષા ઉભી રાખી ચેકીંગ કરતા રીક્ષાના પાછળના ભાગમાં ખાખી કલરના બોક્સમાં ચેક કરીને જોતા ભારતીય બનાવટનો વિદેશી દારૂના પ્લાસ્ટીકના ટીન બિયરો ભરેલ મળી આવેલ. જેથી બને ઈસમોને નીચે ઉતારી પૂછતાછ કરતાં પોતાનું નામ સૂરજ અજીત કથડીયા રહે. જિલ્લા પંચાયત ની બાજુમાં ભરૂચ. તેમજ રિક્ષાની પાછળ ની સીટ પર બેઠેલા ઈસમનું નામ સલમાન નસીર ગરાસિયા રહે. ગોવાલી તા.ઝઘડિયા જી.ભરૂચ જણાવ્યું હતું. તેમની પાસે થી પ્લાસ્ટિક ના ટીન બિયર નંગ 72 કિંમત રૂપિયા 7200 . રીક્ષા સી.એન.જી બજાજ કંપનીની કિંમત રૂપિયા 50000 તેમજ એક મોબાઈલ કિંમત 3000 તેમજ અન્ય એક મોબાઈલ કિંમત રૂપિયા 500 એમ કુલ મળી 60700 નો મુદામાલ પોલીસે ઝડપી પાડ્યો હતો. આ ઈસમો વિરુદ્ધ પ્રોહિબેશન એકટ મુજબ ગુનો નોંધી આગળ ની કાર્યવાહી પોલીસે કરી છે.