વિશેષ મુલાકાત

સહેલાણીઓને આકર્ષતું વાંસદા તાલુકાના નવતાડ ખાતેનું વનિલ ઇકો ડેન-ઇકો ટુરીઝમ: 

શ્રોત : ગ્રામીણ ટુડે ન્યુઝ, વાંસદા કમલેશ ગાંવિત 

સહેલાણીઓને આકર્ષતું નવસારી જીલ્લા ના વાંસદા તાલુકાના નવતાડ ખાતેનું વનિલ ઇકો ડેન-ઇકો ટુરીઝમ:   

       નવસારીઃ ગુજરાત રાજય વન વિકાસ નિગમ લિ. નવતાડ, વાંસદા દ્વારા પર્યટકો, સહેલાણીઓ માટે વનિલ ઇક ડેન-ઇકો ટુરીઝમ બનાવીને સહેલાણીઓ માટે એક નવું પર્યટન સ્થળ તરીકે વિકસીત કરાયું છે. ગુજરાત રાજય વન વિકાસ નિગમ લિ. નવતાડ, વાંસદા દ્વારા ૧૯૮૦ થી જંગલમાંથી વન વિભાગ દ્વારા ડેપોમાં એકત્રિત કરેલા સાગી-બિન સાગી લાકડામાંથી ફર્નિચર બનાવવાનો ઉદ્યોગ કાર્યરત છે. જેનો મુખ્યો ઉદે્શ સ્થાનિક આદિવાસી લોકોને કામ આપી રોજી રોટી પુરી પાડવાનો છે.

      વનિલ ઉદ્યોગ ૭૨ એકર જમીનમાં પથરાયેલ છે. જે વનરાજીથી ભરપુર છે. વનિલ સંકુલમાં જુના મકાનો જેવા કે રેસ્ટ હાઉસ કેન્ટીન બિલ્ડીંગ, હોસ્ટેલ બિલ્ડીંગ વગેરે જેવી અસ્કયામતો આવેલી હતી. જેનો ઉપયોગ નહિવત હતો. આ કુદરતી વન સંપદા અને અસ્કયામતોને પ્રવાસીઓની સુવિધાને અનુરૂપ બનાવવામાં આવે તો ઇકો-ટુરીઝમની દ્રષ્ટીઍ સુંદર સ્થળ બની રહેવાની સંભાવનાઓ રહેલી હતી.

     સ્થાનિક લોકો માટે રોજી રોટીનું નવુ સાધન ઉભુ થાય તેવા ઉમદા હેતુથી વનિલ ઇકો ડેન-ઇકો ટુરીઝમનાં નામે આ સ્થળનો સહેલાણીઓ માટે વિકાસ કરવામાં આવ્યો છે. સાપુતારા અને ડાંગ બાજુ જતા પ્રવાસીઓ માટે આ સ્થળ બિલકુલ રોડ પર મોકાનું હોવાથી તેનો લાભ પ્રવાસીઓને બહોળા પ્રમાણમાં મળી રહે છે. આ સ્થળે પ્રવાસીઓ માટે નાવિન્ય પુરુ પાડતા વિવિધ ઝોન નું નિર્માણ કરવામાં આવ્યું છે. વનિલ ઇકો ડેન-ઇકો ટુરીઝમ નવસારીથી અંદાજિત ૭૦ કી.મી. છે. વાંસદાથી સાત કિ.મી. વઘઇ રોડ પર સ્થિત છે. બાળકો અને યુવાનોને બહુ અકર્ષિત કરતું પ્રવાસન સ્થળ છે. ચોમાસા દરમિયાન પર્યટકો મોટીસંખ્યામાં આવે છે.

આકર્ષક ગેટ: 

 લાકડાનાં મોટા લોગનો ઉપયોગ કરી કલાત્મક ગેટ બનાવવામાં આવ્યો છે, જે સહેલાણીઓ માટે આકર્ષણ છે.

ટીકીટ કાઉન્ટર: 

રીસેપ્શન રૂમ જુના જર્જરિત કેબીનને રીનોવેશન કરી ટીકીટ કાઉન્ટર અને રીસેપ્શન બનાવવામાં આવ્યો છે.

સાયકલ સ્ટેન્ડ વીથ સાયકલ-

પ્રવાસીઓ સાયકલીંગનો લાભ લઇ શકે તે માતે સાયકલ સ્ટેન્ડ તથા સાયકલ ટ્રેક બનાવવામાં આવ્યું છે. જેમાં અહી રાખેલી સાયક્લ પ્રવાસીઓને પુરી પાડાઅમાં આવશે. જેથી પ્રવાસીઓ જંગલ વિસ્તાનાં ટ્રેક પર સાયકલીંગ કરી આનંદ કરી શકશે. પ્રવાસીઓને વાહનની ચિંતા ન રહે તે માટે વાહન પાર્કિગઝોનની વ્યવસ્થા કરવામાં આવેલ છે.

ડ્રિકિંગ વોટર પોઇન્ટ: 

 આર.ઓ કુલરની સુવિધા સાથે સુંદર કેબીન બનાવી ડ્રિકિંગ વોટર પોઇન્ટ બનાવ્યું છે. 

રેસ્ટ હટ: 

પ્રવાસીઓને આરામ માટે બેઠક વ્યવસ્થા અને પંખાની સુવિધા સાથે આસપાસ ગાર્ડનીંગ કરવામાં આવેલ છે.

 ધન્વંતરી ગાર્ડન: 

ધન્વંતરી ગાર્ડનની આસપાસની જગ્યાને સુભોભીત કરવામાં આવેલી છે. જેમાં ધન્વંતરીની લાઇફ સાઇઝની મુર્તિ ધરાવવામાં આવશે તેમજ ઔષધિય વનસ્પતિ-આયુર્વેદના દેવ ધન્વંતરીથી સહેલાણીઓને સુપરિચિત કરવામાં આવશે.

બટરફલાય ઝોન: 

અહિ જમીન પર મોટા બટરફલાય કંડારવામાં આવેલી છે.અને તેમાં સહેલાણીઓ માતે પાથ બનાવવામાં આવ્યો છે. પતંગીયાના વિવિધ ભાગોમાં પતંગીયાને આકર્ષી શકે તેવી વનસ્પતિઓનું વાવેતર કરવામાં આવ્યું . સહેલાણીઓ સેલ્ફી-ફોટોગ્રાફીનો આનંદ લઇ શકશે, બટરફલાય સુધી જતાં પાથમાં વાંસની ડબલ ડેકર વ્યુ પોઇન્ટ છે ત્યાંથી પતંગીયાને ઉંચાઇ પરથી જોઇ શકાય છે.

 સહયદ્રિ કક્ષ:

 સામુહિક મિટિંગ થઇ શકે તેવા હોલ ધરાવતા આ કક્ષમાં રસોડા સહિતની સુવિધાઓ ઉપલબ્ધ કરવામાં આવેલી છે. આ વિશાળ હોલમાં પ્રાકુતિક તત્વોની પ્રદર્શની રાખવામાં આવશે. અંદર રૂમો પણ હોવાથી પ્રકૃતિના ખોળે નાની પાર્ટીઓ કરવામાં આ સ્થળ ઉપયોગી બની રહેશે.

ટ્રાયબલ ઝોન:

આ ઝોનમાં ટ્રાયબલ હટ બનાવવામાં આવેલ છે.જેમાં સ્થાનિક સંસ્ક્રુતિને અનુરૂપ વિવિધ વસ્તુઓનું ડિસ્પ્લે કરવામાં આવ્યું છે. આ ઝોનમાં કુવો, વાઘદેવની મુર્તિ સહિતનું પ્લેટફોર્મ બનાવવામાં આવેલ છે.જયાં સહેલાણીઓ ફોટોગ્રાફી-સેલ્ફીનો આનંદ લઇ શકશે.

હર્બલ ઝોન:

આ ઝોનમાં વિવિધ પ્રકારની ઔષધિઓનું વાવેતર કરી તેની ઓળખ અને ઉપયોગ દર્શાવવામાં આવ્યું છે. જેથી વિદ્યાર્થીઓ સહિતનાં સહેલાણીઓ સામાન્ય ઔષધિય વનસ્પતિની ઓળખ મેળવી તેના ઉપયોગ અંગે માહિતગાર થઇ શકશે.

ઍડવેન્ચર ઍકટીવિટી ઝોન:

 આ ઝોનમાં પ્રવાસીઓ ખાસ કરીને બાળકોનાં માટી વિવિધ ઍડવેન્ચર ઍકટીવિટી પુરી પાડવામાં આવેલી છે. જેથી તેઓ ઍડવેંન્ચર કર્યાનો આનંદ લઇ શકશે.

વાઇલ્ડ લાઇફ ઝોન: 

 આ ઝોનમાં વિવિધ વન્ય પ્રાણીઓનાં લાઇફ સાઇઝ મોડેલ મુકવામાં આવ્યા છે.જેથી પ્રવાસીઓ તેની ઓળખ ઉપરાંત પ્રાણીઓ સાથે ફોટોગ્રાફી કરી શકે છે.

બોગનવેલ ઝોન:

 આ ઝોનમાં વિવિધ પ્રકારનાં રંગીન ફુલોની બોગન વેલનાં રોપાઓનું ચોક્કસ ડિઝાઇનમાં વાવેતર કરવામાં આવ્યું છે. જે પ્રવાસીઓ માટે ફોટોગ્રાફી કરવા ઉપરાંત એક જ સ્થળે વિવિધ રંગોની સુંદર લાગતી બોગનવેલનાં ઝુંડ વચ્ચે ફોટોગ્રાફ્રી કરી શકશે. બાંબુ ઝોન, વિવિધ પ્રજાતિનાં બાંબુનાં પેચ બનાવવા આયોજન કર્યું છે. જેથી સહેલાણીઓ બાંબુ વિષે અહિ માહિતગાર થઇ શકશે. 

 મેડિસીનલ પ્લાન્ટ નર્સરી:

આ નર્સરીમાં વિવિધ પ્રકારનાં ઔષધિનાં રોપાઓ તૈયાર કરી વિનામુલ્યે વિતરણ કરવામાં આવે છે. નર્સરીમાં જંગલમાં મળતી વિવિધ ઔષધિઓની પેદાશની ખરીદી કરવાની અને ડ્રોઇગશેડમાં સુકવવાની વ્યવસ્થા છે.

વાઇલ્ડરનેસ ઝોન: 

આ ઝોન વનરાજી થી ભરપુર છે. આથી આમાં પ્રવાસીઓ માટી વનકેડી, આકર્ષક બ્રિજ બેઠકનાં ઓટલાઓ, કુટિર તથા વોકળા પર ચેકડેમ બનવવામાં આવ્યું છે. આ ઝોન પ્રવાસીઓને પ્રકુતિનાં ખોળે રમવાનો આહલાદક પુરો પાડશે.

ઇકો કોટેઝીઝ:

આ ઉપરાંત રહેવા માટે ૮ ઍ.સી રૂમ ધરાવતાં ઇકો કોટેઝીઝ અને આકર્ષક ઓપન ડાઇનિંગ સ્પેસ તેમજ કેંપ ફાયર પ્લેસ બનાવવામાં આવેલ છે. સહેલાણીઓને ભોજન મળી રહે તેની સુવિધા કરેલ છે.

ફર્નિચર મેકીંગ યુનિટ:

વનિલ ઉઘોગનાં નામે જાણીતુ આ યુનિટ સાગી-બિનસાગી ફર્નિચર બનાવવા માટે જાણીતું છે.અહિં સહેલાણીઓ અને વિશેષ કરીને બાળકો લોગના વહેરણથી માંડીને ફર્નિચર બનાવવા સુધીની ક્રિયાને પ્રત્યક્ષ નિહાળી જણકારી મેળવી શકશે.આ સાથે બિલકુલ રોડ પર શો રૂમ આવેલ છે.જેમાં આ યુનિટમાં બનાવેલ ફર્નિચર અને નિગમ દ્વ્રારા ઉત્પાદિત ઔષધિઓનું વેચાણ કરવામાં આવે છે. સહેલાણીઓ માટે આગળના ભાગે ખુબ જ સુંદર બાપાનો બગીચો બગીચો કેન્ટીન બનાવવામાં આવી છે ત્યા ચા-નાસ્તો તેમજ જમવા માટેની વ્યવસ્થા પણ છે.

Related Articles

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

Back to top button
error: न्यूज़ पोर्टल के कंटेट को किसी भी प्रकार से कॉपी करना कॉपीराइट आधीनियम के अनुसार प्रतिबंधित है