
શ્રોત : ગ્રામીણ ટુડે ન્યુઝ, 24×7 વેબ પોર્ટલ
પ્રાથમિક શાળા અને સરકારી માધ્યમિક શાળા ગાજરગોટાના સયુંકત ઉપક્રમે આજે પિકનિક ડે (વન ભોજન) નું આયોજન કરવામાં આવ્યું હતું.
પ્રાપ્ત માહિતી અનુસાર દેડિયાપાડા તાલુકાના ગાજરગોટા ગામની પ્રાથમિક શાળા અને સરકારી માધ્યમિક શાળાના શિક્ષકો અને વિદ્યાર્થીઓ સાથે ગામની નજીક આવેલી ધામણ નદીના કિનારે પિકનિક ડે ( વન ભોજન) નું આયોજન કરવામાં આવ્યુ હતું.
આ વન ભોજન માં શિક્ષકો દ્વારા ફંડ ફાળો એકત્ર કરી અમુક જરૂરી ખાવા પીવાની સામગ્રી જેમાં મીઠાઈ, ખમણ, ભજીયા વગેરે જેવી જમવાની વ્યવસ્થા કરવામાં આવી હતી અને વન ભોજનની રસોઈ વનના રસોડામાં બની જાય ત્યાં સુધી પ્રાથમિક શાળા અને સરકારી માધ્યમિક શાળાના શિક્ષકો દ્વારા મનોરંજન ના ભાગરૂપે વિદ્યાર્થીઓના અલગ અલગ ગૃપો બનાવી અલગ અલગ શિક્ષકો દ્વારા અવ નવી રમતો રમાડીને વિદ્યાર્થીઓને આખો દિવસ આનંદ ઉલ્લાસ કરાવ્યો હતો,
આમ ગાજરગોટાની પ્રાથમિક શાળા અને સરકારી માધ્યમિક શાળામાં દરવર્ષે ની જેમ ચાલુ વર્ષે પણ પિકનિક ડે (વન ભોજન) બિલકુલ આનંદ ઉલ્લાસ સાથે મનાવવામાં આવ્યો હતો.
આ પિકનિક ડે (વન ભોજન) ના દિવસે પ્રાથમિક શાળાના આચાર્યશ્રી શૈલેષભાઈ ચોધરી સાહેબ, ઉપ આચાર્ય શ્રીમતિ મધુ બેન વસાવા, સરકારી માધ્યમિક શાળાના આચાર્ય શ્રીમતિ મીનાબેન વસાવા અને સરકારી માધ્યમિક શાળાના શિક્ષકો અને પ્રાથમિક શાળાના શિક્ષકો હાજર રહ્યા હતા. આજના વન ડે પીકનીક કાર્યક્રમમાં દરેક બાળકો આનંદ અને ઉલ્લાસ સાથે જોડાય અને સફળતા પૂર્વક વન ભોજન માણી શકે માટે શિક્ષકોએ ભારે જેહમત ઉઠાવી હતી.
પત્રકાર: દિનેશ વસાવા દેડિયાપાડા,