
શ્રોત: ગ્રામીણ ટુડે ન્યુઝ, નર્મદા સર્જનકુમાર
ડેડિયાપાડા મોડેલ સ્કૂલ ખાતે ધોરણ -૧૧ (સાયન્સ ) માં પ્રવેશ પ્રક્રિયા શરૂ;
ડેડિયાપાડા તાલુકાની જાહેર જનતાને જણાવવાનું કે મોડેલ સ્કૂલ, દેડીયાપાડા ગુજરાત સ્ટેટ ટ્રાયબલ એજ્યુકેશન સોસાયટી સંચાલિત, (આદિજાતિ વિભાગ,ગાંધીનગર) ખાતે ધોરણ -૧૧ (સાયન્સ ) માં પ્રવેશ પ્રક્રિયા શરૂ કરવા માં આવી છે. ખૂબ જ વિશાળ પ્લોટમાં વિસ્તરેલું શાળા નું અદ્યતન સુવિધાઓ થી સજ્જ મકાન, અનુભવી શિક્ષકો દ્વારા શિક્ષણ,અદ્યતન સુવિધાઓ થી સજ્જ સાયન્સ લેબ, ખુબજ વિશાળ ગ્રંથાલય, મેથ્સ (એ ગ્રૂપ) બાયોલોજી (બી ગ્રૂપ) બંને ગ્રૂપ માટે એડમિશન પ્રક્રિયા શરૂ કરવામાં આવી છે, ઇચ્છુક વિદ્યાર્થી ઓ તા.6/7/2021થી તા.15/7/21સુધી શાળા સમય સવારે 8.00 થી બપોરે 12.30 દરમ્યાન પ્રવેશ ફોર્મ મેળવી લેવું તથા જમા કરવાનું રહશે. મેરીટ ના ધોરણે એડમિશન આપવામાં આવશે, વહેલા તે પહેલાના ધોરણે એડમિશન મેળવી લેવું. મર્યાદિત સંખ્યામાં એડમીશન આપવાનું હોય વહેલી તકે એડમિશન લઈ લેવું, Covid- 19 ની પરિસ્થિત અને શાળા ની એસ.ઓ.પી ના નિયમોને ધ્યાનમાં રાખી શાળામાં સામાજિક અંતરનું પાલન કરવાનું રહશે અને ફરજિયાત માસ્ક પહેરવાનું રહશે.