પર્યાવરણ

તાપી જિલ્લાના ઉકાઈ વિસ્તારમાં Tabebuia rosea નામના મનમોહક વૃક્ષો:

શ્રોત: ગ્રામિણ ટુડે ન્યુઝ, તાપી કીર્તનકુમાર 

૨૧ માર્ચ આંતરરાષ્ટ્રિય વન દિવસ..

તાપી જિલ્લાના ઉકાઈ વિસ્તારમાં Tabebuia rosea નામના મનમોહક વૃક્ષો:

 વ્યારા, તાપી: ૨૧ માર્ચનો દિવસ સંયુક્ત રાષ્ટ્ર સંઘે આંતરરાષ્ટ્રિય વન દિવસ તરીકે ઘોષિત કર્યો છે.તેના ભાગરૂપે રાજ્યના વન અને પર્યાવરણ વિભાગ દ્વારા રાજ્યભરમાં આ દિવસની ઉજવણી કરવામાં આવે છે.વનોનું રક્ષણ તથા સંવર્ધન પ્રત્યે લોકોમાં જાગૃતતા અન. સક્રિયતા વધે તે હેતુથી આ દિવસે વિવિધ કાર્યક્રમો અને પ્રવૃત્તિઓનું આયોજન કરવામાં આવે છે.

             UNO દ્વારા આંતરરાષ્ટ્રિય વન દિવસ -૨૦૨૨ ની થીમ Forest and sustainable Production and Consumption રાખવામાં આવેલ છે. વન અને પર્યાવરણ વિભાગ દ્વારા આ દિવસની ઉજવણી માટે વિશેષ પ્રચાર-પ્રસારના કાર્યક્રમોનું આયોજન કરવામાં આવેલ છે.

         ૨૧ માર્ચ ૨૦૨૨ ના રોજ “આંતરરાષ્ટ્રિય વન દિવસ” ની ઉજવણીના ભાગરૂપે મુખ્યમંત્રીશ્રી ભૂપેન્દ્રભાઈ પટેલ દ્વારા બાયસેગ સેટકોમ ના માધ્યમથી ઉદબોધન કરવામાં આવનાર છે. સવારે ૯-૦૦ વાગ્યેથી તમામ સેટકોમ કેન્દ્રો ઉપર પ્રસારિત થશે. આ ઉદબોધનને સાંભળવા માટે જિલ્લા/તાલુકા તથા ગ્રામ્ય કક્ષાના લોકો, સરપંચશ્રીઓ, પદાધિકારીશ્રીઓ, અધિકારીશ્રીઓ, કર્મચારીઓ, વિદ્યાર્થીઓ, પ્રકૃતિ અને વૃક્ષપ્રેમીઓ, બીન સરકારી સંગઠનોના સભ્યો, સહભાગી વન વ્યવસ્થા સમિતિના સભ્યો ઉપસ્થિત રહે તે માટે અધિક મુખ્ય સચિવ, વન અને પર્યાવરણ વિભાગ દ્વારા અનુરોધ કરાયો છે.

         હાલમાં વૈશ્વિક મહામારી કોરોના વાઈરસ સામે સમગ્ર વિશ્વ ઝઝુમી રહયું છે.ત્યારે આપણે સૌએ ઓક્સિજનની સમસ્યાને નિહાળી છે. આવી પરિસ્થિતમાં આજે આંતરરાષ્ટ્રિય વન દિવસ નિમિત્તે વધુ વૃક્ષ વાવવાનો સંકલ્પ કરી આપણી ધરતીને વનાચ્છાદિત હરિયાળી બનાવીએ.

             ઉકાઈ ડેમના નીચાણવાળા વિસ્તારમાં રસ્તાની આજુબાજુ Tabebuia rosea નામના વૃક્ષો જોવા મળે છે. આ વૃક્ષ ઉપર જાન્યુઆરીથી માર્ચ સુધી સંપૂર્ણ ફુલોથી છવાયેલા જોવા મળે છે.જે દુરથી આછા ગુલાબી અને નજીકથી જાંબલી કલરના દેખાય છે. કુદરતી મોટા વૃક્ષો આખા ફુલોથી લચી પડ્યા હોય ત્યારે એ નજારો માણવો આહલાદાયક બની રહે છે. ખાસ કરીને દક્ષિણ અમેરીકા,મેક્સિકો અને વેનેઝૂએલાનું આ વૃક્ષ છે. નવા પ્રકારના વૃક્ષો જોવા મળે ત્યારે વન વિભાગની મદદથી વૃક્ષોની માહિતી મળી રહે છે. જેને મરાઠીમાં હલ્કા ગુલાબી તબુબીઆ, હિન્દીમાં બસંત રાની કહેવામાં આવે છે. ૨૦ થી ૨૫ મીટરની ઉંચાઈ ધરાવતા આ વૃક્ષો બગીચા કે ઘર નજીક રોપવાથી શોભામાં અભિવૃધ્ધિ કરે છે. ફાગણ મહિનાની શરૂઆતમાં કેસુડાની સાથે સાથે કુદરતી શણગાર સમાન મઘમઘતા ફુલોથી આ વૃક્ષો ઉપર મધમાખીઓ પુષ્કળ પ્રમાણમાં જોવા મળે છે. પર્યાવરણની જાળવણી સાથે સાથે આજે આપણે પણ આવા ઓર્નમેન્ટલ વૃક્ષો વાવી આપણા વનોને સમૃધ્ધ બનાવીએ. 

Related Articles

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

Back to top button
error: न्यूज़ पोर्टल के कंटेट को किसी भी प्रकार से कॉपी करना कॉपीराइट आधीनियम के अनुसार प्रतिबंधित है