શ્રોત: ગ્રામીણ ટુડે નર્મદા, સર્જનકુમાર પ્રેસનોટ કોવીડ-૧૯ અપડેટ:
જિલ્લામાં આજની સ્થિતિએ કોરોના પોઝીટીવ ૪૭ કેસના દર્દીઓ સારવાર હેઠળ છે,
જિલ્લામાં આરોગ્ય ટૂકડીઓ દ્વારા આજે ૫૭,૦૧૧ વ્યક્તિઓનું કરાયેલું ડોર-ટુ-ડોર સર્વેક્ષણ : ૧૦૧ જેટલા જરૂરીયાતવાળા દર્દીઓને અપાયેલી સારવાર:
રાજપીપલા, ગુરૂવાર:- COVID-19 મહામારીને અનુલક્ષીને નર્મદા જિલ્લા પંચાયતના આરોગ્ય વિભાગના એપીડેમીક મેડિકલ ઓફિસરશ્રી ડૉ. આર.એસ.કશ્યપ તરફથી આજે તા. ૨૫ મી જુન, ૨૦૨૦ ના રોજ સાંજે ૫:૦૦ કલાકે પ્રાપ્ત થયેલી જાણકારી મુજબ ગઇકાલે ચકાસણી માટે મોકલાયેલા સેમ્પલો પૈકી ૪૧ સેમ્પલના રિપોર્ટ નેગેટીવ આવ્યા છે.જ્યારે ૧૧ સેમ્પલના રિપોર્ટ આજે પોઝિટીવ આવ્યા છે. જેમાં ગરૂડેશ્વર તાલુકાના SRP કેમ્પ કેવડીયા કોલોની વિસ્તારના રહીશ ૪ વર્ષિય એક બાળક, ૭ વર્ષિય એક બાળક, ૧૫ વર્ષિય એક યુવતી,૨૯ વર્ષિય એક મહિલા, ૩૨ વર્ષિય એક મહિલા, ૪૯ વર્ષિય એક મહિલા,૨૪ વર્ષિય એક પુરૂષ, ૩૦ વર્ષિય એક પુરૂષ તેમજ કેવડીયા કોલોનીના રાજીવવન વિસ્તારના રહીશ ૩૬ વર્ષિય એક પુરૂષ અને ૩૯ વર્ષિય એક પુરૂષ તેમજ તિલકવાડા તાલુકાના તિલકવાડા પોલીસ લાઇનનાં રહીશ ૨૪ વર્ષિય એક પુરૂષનો સમાવેશ થાય છે. આ દરદીઓને રાજપીપલાની કોવીડ હોસ્પિટલ ખાતે સારવાર હેઠળ રખાયા છે. આમ, આજની સ્થિતિએ નર્મદા જિલ્લામાં કોરોના પોઝીટીવ કેસના કુલ-૪૭ દર્દી ઓ સારવાર હેઠળ છે. જ્યારે આજે ૪૧ સેમ્પલના રિપોર્ટ ચકાસણી માટે મોકલવામાં આવ્યાં છે.
નર્મદા જિલ્લામાં આજે તા.૨૫ મી જુન, ૨૦૨૦ ના રોજ આરોગ્ય ટૂકડીઓ દ્વારા કુલ-૫૭,૦૧૧ વ્યક્તિઓનું ડોર-ટુ-ડોર સર્વે કરવામાં આવ્યું છે, જેમાં શરદી-ખાંસીના ૪૮ દરદીઓ, તાવના ૨૮ દર્દીઓ, ડાયેરીયાના ૨૫ દરદીઓ સહિત કુલ -૧૦૧ જેટલા દરદીઓ ઉકત ચકાસણી દરમિયાન મળી આવતાં આ દરદીઓને જરૂરી સારવાર પુરી પાડવામાં આવી છે. તેની સાથોસાથ આયુર્વેદિક ઉકાળાનો આજદિન સુધી ૮૩૦૬૬૩ લોકોએ લાભ લીધો હતો અને હોમિયોપેથી રક્ષણાત્મક ઉપાય તરીકે આર્સેનિક આલ્બમ-૩૦ પોટેન્સી ગોળી ૩૨૨૬૧૦ લોકોને વિતરણ કરાઇ છે.