શિક્ષણ-કેરિયર

વાંસદા તાલુકાની મહાસંઘ દ્વારા નવા સંગઠનની નિમણુંક કરી નવા હોદેદારોની કરાઈ જાહેરાત:

શ્રોત: ગ્રામીણ ટુડે ન્યુઝ, વાંસદા કમલેશ ગાંવિત વાંસદા:

વાંસદા તાલુકા રાષ્ટ્રીય શૈક્ષિક મહા સંઘની મિટિંગ નું કરાયું આયોજન. 

અખિલ ભારતીય રાષ્ટ્રીય શૈક્ષિક મહા સંઘ-ગુજરાત સંલગ્ન દ્વારા મિટીંગનું કરાયું આયોજન. 

વાંસદા તાલુકાની મહા સંઘ દ્વારા નવા સંગઠન ની નિમણુંક કરાઈ.

રાષ્ટ્ર કે હીતમે શિક્ષા શિક્ષાકે હીતમે શિક્ષક ઓર શિક્ષક કે હીતમે સમાજ ના હીતોને આધિન યોજાઈ મિટિંગ. 

નવસારી જિલ્લાના વાંસદા તાલુકા ના ચારણવાડા ગામે સનવે રેસ્ટોરન્ટમાં શિક્ષક મહા સંઘની મિટિંગ નું આયોજન કરવામાં આવ્યુ હતું શિક્ષક કાંઈ સાધારણ નથી હોતો પ્રલય અને નિર્માણ તેમની ગોદમાં પળે છે આવા અનેક સિધ્ધાંત ને લઈ અને મહા સંઘ દ્વારા વાંસદા તાલુકા ના ચારણવાડા ગામે સનવે રેસ્ટોરન્ટમાં રુષિ પંચમી ના દિને ને લઈ ઓમ નાદ અને શ્ર્લોકથી કાર્યક્રમની શરૂઆત કરવામાં આવી હતી. રાષ્ટ્રવાદની ભાવના સાથે આ સંઘમાં જોડાવું જરૂરી હોય, તથાં શૈક્ષણિક કાર્ય માં પડતી મુશ્કેલી અને શિક્ષકો સાથે થઈ રહેલા અન્યાયને મહાસંઘનાં આધિનથી કાર્ય કરવું. વધુમાં નવસારી જિલ્લાના મહિલા ઉપાધ્યક્ષે જણાવ્યું હતું કે શિક્ષકો ને ઠગલે બંધ કામગીરી સરકારશ્રી દ્વારા કરવામાં આવે છે અને શૈક્ષણિક પવૃતિ ઓછી જે બાળકો ભવિષ્યના હીતમાં નથી. જેવા અનેક મુદ્દાઓને લઈ વાંસદા શિક્ષક સંઘના હોદ્દેદારો ની કરાઈ નિમણુંક જેના મુખ્ય વાંસદા તાલુકા ના અધ્યક્ષ શૈલેષભાઇ જે. માહલા, નીતિનભાઈ એમ.પાઠક મહામંત્રી, સંગઠન મંત્રી પ્રિતેશભાઈ પટેલ,સિનિયર ઉપાધ્યક્ષ મહીનભાઈ માહલા, સહ મંત્રી રાજેન્દ્રભાઇ પટેલ, સહ સંગઠન મંત્રી ચેતનભાઇ પટેલ, ખજનચી વિમલસિંહ સોલંકી તથાં અનિલભાઈ પટેલની જિલ્લા ઉપાધ્યક્ષ તરીકે નિમણુંક કરાઈ હતી. 

આ કાર્યક્રમ મિટિંગ માં રાષ્ટ્રીય શૈક્ષિક મહા સંઘ જિલ્લાના હોદ્દેદારો અધ્યક્ષ ધર્મેશભાઈ ધૂમાડીયા, જહીરાબેન ઉપાધ્યક્ષ, ચંદ્રસિંહ ચૌહાણ અને જિલ્લાના તાલુકા ના શિક્ષકો હાજર રહ્યા હતા તથાં તમામ આયોજન શૈલેષભાઇ માહલા અને અનિલભાઈ પટેલ દ્વારા કરાયું અને સંપૂર્ણ જહેમત ઉઠાવી હતી.

 

Related Articles

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

Back to top button
error: न्यूज़ पोर्टल के कंटेट को किसी भी प्रकार से कॉपी करना कॉपीराइट आधीनियम के अनुसार प्रतिबंधित है