મારું ગામ મારાં ન્યુઝ

શ્રમિક શંકરભાઈ ગાયકવાડને રસ્તેથી મળેલા રૂપિયા પોલીસ સ્ટેશને જમા કરાવી ઈમાનદારીની મહેક ફેલાવી:

શ્રોત: ગ્રામીણ ટુડે ન્યુઝ, 24×7 વેબ પોર્ટલ રિપોર્ટર: પ્રદીપભાઈ સાપુતારા 

ડાંગ જિલ્લાના સેન્દ્રીઆંબા ગામના શ્રમિક પરિવારના સીધા સાદા દેખાતાં અને હાફ પેન્ટ સાથે ખુલ્લા પગો સાથેની તસ્વીર માં દેખાતાં શંકર નાવજીભાઇ ગાયકવાડની પ્રામાણિકતા આંખો ભીની કરી દેશે. મનુષ્ય રૂપિયા થી મોટો નથી હોતો…શંકર ગાયકવાડ જેવાં લોકો દિલ થી મોટા હોય છે, 

આવા મોંઘવારીના સમયમાં રૂપિયાની વેલ્યુ એક શ્રમિક જ સારી રીતે સમજી શકે .!! 

ડાંગ જિલ્લાના સેન્દ્રીઆંબા ગામના શ્રમિક પરિવારના શંકર નાવજીભાઇ ગાયકવાડને રસ્તેથી મળેલા એક હજાર રૂપિયા, તેમણે પોલીસ સ્ટેશને જમા કરાવીને પ્રામાણિક્તાનો ઉત્તમ ઉદાહરણ દુનિયા સમક્ષ પ્રસ્તુત કર્યું છે.

શ્રમિક પોતાનાં અંગત ઉપયોગ માટે તેમને મળેલા રૂપિયા વાપરે તે કરતા મહત્વનું શંકરભાઇ ને લાગ્યું કે “કોઈક જરૂરિયાતમંદની મુડી ગુમ થતાં તે વ્યક્તિ ભારે પરેશાની વેઠી રહ્યો હશે”… તેવો વિચાર માત્ર મનુષ્ય ને મહાન બનાવે છે.

પ્રાપ્ત વિગતો અનુસાર આહવા સ્થિત પરબડી પાસેથી શંકરભાઇને સવારે ચલણી 500 રૂપિયાની બે નોટ રસ્તેથી મળી આવી હતી. જેથી તેમણે કોઈક જરૂરિયાતમંદની મુડી ગુમ થતાં તે વ્યક્તિ ભારે પરેશાની વેઠી રહ્યો હશે તેમ વિચારી ને તુરંત જ આહવા પોલીસ સ્ટેશનના કંટ્રોલ રૂમ ખાતે પહોંચી આ રકમ જમા કરાવી હતી.

ડાંગ પોલીસના જવાનોએ તુરંત જ સી.સી.ટીવીના આધારે આ રૂપિયા કોના હોઈશકે તેની તપાસ હાથ ધરી, શંકરભાઇ નાવજીભાઇ ગાયકવાડ જેવા પ્રામાણિક વ્યક્તિની ઈમાનદારીને પોલીસે બિરદાવી હતી. ડાંગ નાયબ જિલ્લા પોલીસ અધિક્ષક સુનિલ પાટીલે આ વ્યક્તિની પ્રામાણિકતા, અન્યો માટે પ્રેરણા બને તે માટે શંકરભાઈની પુષ્પગુચ્છ આપી સરાહના કરી હતી‌.

Related Articles

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

Back to top button
error: न्यूज़ पोर्टल के कंटेट को किसी भी प्रकार से कॉपी करना कॉपीराइट आधीनियम के अनुसार प्रतिबंधित है