
શ્રોત: ગ્રામિણ ટુડે ન્યુઝ ૨૪x૭ વેબ પોર્ટલ
ડાંગ જિલ્લાનું ધોરણ ૧૨ (સામાન્ય પ્રવાહ) નું ૯૬.૦૧ ટકા અને (વિજ્ઞાન પ્રવાહ) નું ૮૪.૭૮ ટકા પરિણામ જાહેર:
સામાન્ય પ્રવાહમાં ડાંગ જિલ્લો રાજ્યમાં ત્રીજા ક્રમે, જ્યારે વિજ્ઞાન પ્રવાહમાં સોળમાં ક્રમે રહ્યો:
પ્રદીપ ગાંગુર્ડે, સાપુતારા: ગુજરાત માધ્યમિક અને ઉચ્ચતર માધ્યમિક શિક્ષણ બોર્ડ, ગાંધીનગર દ્વારા ફેબ્રુઆરી/માર્ચ-૨૦૨૫મા લેવાયેલી ઉચ્ચતર માધ્યમિક (એચ.એસ.સી) બોર્ડની પરીક્ષાનું પરિણામ જાહેર કરવામાં આવ્યું છે.
જેમાં ડાંગ જિલ્લાના ધોરણ ૧૨ (સામાન્ય પ્રવાહ) નું ૯૬.૦૧ ટકા, અને (વિજ્ઞાન પ્રવાહ) નું ૮૪.૭૮ ટકા પરિણામ જાહેર કરવામાં આવ્યું છે.
આ પરિણામ સાથે ડાંગ જિલ્લો સામાન્ય પ્રવાહમાં રાજ્યમાં ત્રીજા ક્રમે, જ્યારે વિજ્ઞાન પ્રવાહમાં સોળમાં ક્રમે રહ્યો છે.
ઉલ્લેખનીય છે કે, ડાંગ જિલ્લામા પાંચ કેન્દ્રો ખાતે કુલ ૧૬૫૫ વિદ્યાર્થીઓએ સામાન્ય પ્રવાહની પરીક્ષા આપી હતી. જેમાથી કુલ ૧૫૮૯ વિદ્યાર્થીઓ પાસ થયા હતા. આ પાંચ કેન્દ્રોમાં અનુક્રમે (૧) આહવા ૦૮૦૧ કેન્દ્ર ખાતે ૫૦૩ વિદ્યાર્થીઓ ઉપસ્થિત રહ્યા હતા તેમાંથી ૪૮૭ પાસ થતા ૯૬.૮૨ ટકા પરિણામ આવવા પામ્યું છે. (ર) તો સાપુતારા ૦૮૦૨ કેન્દ્ર ખાતે ૪૩૨ વિદ્યાર્થીઓ ઉપસ્થિત રહ્યા હતા તેમાંથી ૪૨૦ પાસ થતા ૯૭.૨૨ ટકા પરિણામ, (૩) વઘઈ (રંભાસ) ૦૮૦૩ કેન્દ્ર ખાતે ૧૮૬ વિદ્યાર્થીઓ ઉપસ્થિત રહ્યા હતા તેમાંથી ૧૮૫ પાસ થતા ૯૯.૪૬ ટકા પરિણામ, (૪) સુબીર ૦૮૦૪ કેન્દ્ર ખાતે ૨૭૨ વિદ્યાર્થીઓ ઉપસ્થિત રહ્યા હતા તેમાંથી ૨૬૫ પાસ થતા ૯૭.૪૩ ટકા પરિણામ. અને (૫) વઘઈ (ચિકાર) ૦૮૦૫ કેન્દ્ર ખાતે ૨૬૨ વિદ્યાર્થીઓ ઉપસ્થિત રહ્યા હતા તેમાંથી ૨૩૨ પાસ થતા ૮૮.૫૫ ટકા પરિણામ જાહેર કરાયું છે.
ડાંગ જિલ્લામાં સામાન્ય પ્રવાહની ૧૦૦ ટકા વાળી કુલ ૧૩ શાળાઓનો સમાવેશ થયો છે. જેમાં ૧ થી ૩ ક્રમ સુધીમાં ક્રમ મેળવનાર વિદ્યાર્થીઓમાં અનુક્રમે ૧.ગાવિત અજયભાઈ રામચંદભાઈ ૮૮.૯૩ – એકલવ્ય મો.રે.સ્કૂલ આહવા, ૨. વ્યવહારે હેતલબેન જગદીશભાઈ ૮૮.૮૬ – સરકારી માધ્યમિક અને ઉચ્ચતર માધ્યમિક શાળા આહવા, ૩. પવાર નિમિષાબેન શૈલેષભાઈ ૮૭.૧૪ -કન્યા સાક્ષરતા નિવાસી શાળા સાપુતારાનો સમાવેશ થયો છે.
આ સાથે જિલ્લામાં ૨ કેન્દ્ર ખાતે કુલ ૨૮૯ વિદ્યાર્થીઓએ વિજ્ઞાન પ્રવાહની પરીક્ષા આપી હતી જેમાંથી ૨૪૫ વિદ્યાર્થીઓ પાસ થતા હતાં. આ ૨ કેન્દ્રોમાં અનુક્રમે (૧) આહવા ૦૮૦૧ કેન્દ્ર ખાતે ૧૬૨ વિદ્યાર્થીઓ ઉપસ્થિત રહ્યા હતા તેમાંથી ૧૨૬ પાસ થતા ૭૭.૭૮ ટકા પરિણામ આવવા પામ્યું છે. અને (૨) સાપુતારા ૦૮૦૨ કેન્દ્ર ખાતે ૧૨૭ વિદ્યાર્થીઓ ઉપસ્થિત રહ્યા હતા. તેમાંથી ૧૧૯ પાસ થતા ૯૩.૭૦ ટકા પરિણામ આવતાં જિલ્લામાં વિજ્ઞાન પ્રવાહમાં પરિણામ ૮૪.૭૮ ટકા જાહેર થયેલ છે. જે રાજ્યમાં સોળમાં ક્રમે રહ્યુ હતું.
ડાંગ જિલ્લામાં વિજ્ઞાન પ્રવાહની ૧૦૦ ટકા વાળી કુલ ૦૩ શાળાઓનો સમાવેશ થયો છે. જેમાં ૧ થી ૩ ક્રમ સુધીમા ક્રમ મેળવનાર વિદ્યાર્થીઓમાં અનુક્રમે ૧.રાઠવા રચિતકુમાર અનિલભાઈ ૮૭.૩૮ ટકા -એકલવ્ય મો.રે.સ્કૂલ આહવા, ૨.કોકણી સ્મિતભાઈ સોમુભાઈ ૮૫.૭૯ ટકા -દીપ દર્શન માધ્યમિક શાળા આહવા, ૩.રાઠોડ યસ મુકેશભાઈ ૮૪.૬૧ ટકા – સંતોકબા ધોળકિયા વિ.માલેગામનો સમાવેશ થયો છે.
ગુજરાત માધ્યમિક અને ઉચ્ચતર માધ્યમિક શિક્ષણ બોર્ડ, ગાંધીનગર દ્વારા ફેબ્રુઆરી/માર્ચ-૨૦૨૫મા લેવાયેલ પરીક્ષાના ઉત્કૃષ્ટ પરિણામ બદલ, ડાંગ જિલ્લા કલેક્ટર સુ.શ્રી શાલિની દુહાન, જિલ્લા વિકાસ અધિકારી શ્રી રાજ સુથાર તેમજ જિલ્લા શિક્ષણાધીકારી શ્રી જીગ્નેશ ત્રિવેદી દ્વારા આ તમામ વિદ્યાર્થીઓના ઉજ્જવળ ભવિષ્ય માટે શુભકામનાઓ પાઠવવામાં આવી છે.