
શ્રોત : ગ્રામિણ ટુડે ન્યુઝ, તાપી કીર્તનકુમાર
વિશ્વ સાયકલ દિવસ નિમિત્તે તાપીના વ્યારા ખાતે સાયકલોથોનનુ ભવ્ય આયોજન કરાયું:
અંગદાન મહાદાન જનજાગૃતિ માટે મંતવ્ય ન્યૂઝ અને મંતવ્ય ફાઉન્ડેશન દ્વારા તાપી જિલ્લા ના મુખ્ય મથક વ્યારા ખાતે અંગ દાન મહાદાન જનજાગૃતિ માટે મંતવ્ય ન્યૂઝ મંતવ્ય ફાઉન્ડેશન દ્વારા ભવ્ય નું આયોજન કરવામાં આવ્યું હતું.
કાર્યક્રમ માં અનેક અંગદાન માટે પ્રેરિત થયાં હતાં અને આમ અંગદાન નુ મહત્વ સમજવવા અનોખો સફળ પ્રયત્ન કરાયો:
આજરોજ થી જૂન વિશ્વ સાયકલ દિવસ નિમિત્તે મંતવ્ય ન્યૂઝ અને મંત્રી ફાઉન્ડેશન દ્વારા સમગ્ર ગુજરાત રાજ્યમાં અંગ દાન મહાદાન અંગે લોકોમાં જાગૃતિ આવે તેવા હેતુથી સાયકલોથોન નું ભવ્ય આયોજન કરવામાં આવ્યું હતું, જે અંતર્ગત તાપી માં યોજાયેલ સાયકલોથોન અંતર્ગત વ્યારાના મિશન નાકેથી તાપી જિલ્લા કલેક્ટર એચ.કે વઢવાણીયા તાપી જિલ્લા વિકાસ અધિકારી ડી . ડી કાપડિયા વ્યારા નગરપાલિકાના પ્રમુખ સેજલબેન રાણા સહિત આગેવાનોએ લીલીઝંડી બતાવી સાયકલ યાત્રાનું પ્રસ્થાન કરાવ્યું હતું. આજની સાયકલોથોન માં વધુમાંવધુ સાયકલિસ્ટઓ અને આગેવાનો એ જોડાઇને સામાજિક જન જાગૃતિ ના અભિયાનને સફળ બનાવ્યું હતું. શહેર મિશન નાકેથી સાયકલ યાત્રા નીકળી તળાવ રોડ માલીવાડ અને જનક હોસ્પિટલ થઈ સયાજી ગ્રાઉન્ડ ખાતે પૂર્ણ થઈ હતી.
જ્યાં ઉપસ્થિત મહેમાનોનું પુષ્પગુચ્છ આપી સ્વાગત કરી તાપી જિલ્લા કલેક્ટર અને આદિવાસી સમાજનું ગૌરવ વધારનાર એડવોકેટ આરતીબેન ભીલ, અખિલ ભારતીય વિદ્યાર્થી પરિષદના શાહ મેડમ દ્વારા લોકોને અંગ દાન મહાદાન અંગે જાગૃત કર્યા હતા. કાર્યક્રમના અંતમાં સર્વ ઉપસ્થિત મહેમાનો અને સાયકલિસ્ટ ઓનો આભાર વ્યક્ત કરવામાં આવ્યો. ઉપસ્થિત ડોક્ટરો, વકીલ શિક્ષક અને સામાજીક આગેવાનોએ મંતવ્ય ન્યૂઝ અને મંતવ્ય ફાઉન્ડેશન દ્વારા અંગદાન અંગે જાગૃતિ લાવવાના પ્રયત્નોને ની પ્રશંસા કરી હતી. સાથે જ તાપી જિલ્લાના સાયકલિસ્ટઓ એ આ પ્રમાણેના નવતર પ્રયોગની પ્રશંસા કરી ચેનલને આ કાર્યક્રમ કરવા બદલ અભિનંદન પાઠવ્યા હતા. મોટી સંખ્યામાં નીકળેલી યાત્રા એ સમગ્ર તાપી જિલ્લાના વ્યારા નગરમાં આકર્ષણ જમાવ્યું હતું જેમાં ડીજે પર દેશભક્તિના ગીતો સાથે નીકળેલ સાયકલ યાત્રાનું લોકોએ ઠેરઠેર સ્વાગત કર્યું હતું.
કાર્યક્રમના અંતે તાપી જિલ્લા બ્યુરો ચીફ બિંદેસ્વરી શાહ એ સવ નો આભાર વ્યક્ત કર્યો હતો અને કાર્યક્રમ ને સફળ બનાવવા માટે પત્રકાર એકતા પરિષદ અને તાપી પ્રેસના પત્રકાર મિત્રોએ અને મેઘપુર ગામનાં સ્વયંમ સેવકોએ પણ મોટું યોગદાન આપ્યું હતું.