શ્રોત : ગ્રામીણ ટુડે ન્યુઝ, 24×7 વેબ પોર્ટલ
સાગબારા તાલુકાના પાટલામહુ ગામે થી અપહરણ કરાયેલી નાની બાળકીને ગણતરીના કલાકોમાં શોધી કાઢતી એસ.ઓ.જી.નર્મદા તથા એલ. સી. બી નર્મદા, પોલીસ
પ્રાપ્ત માહિતી અનુસાર સાગબારા તાલુકાના પાટલામહુ ગામના અમરસિંગ ભાઈ પોસલિયા ભાઈ કાથુડીયા ઉ.વ. ૦૬ વર્ષ ૧૦ માસ ૧૪ દિવસ ની બાળકી તારીખ ૧૧/૦૧/૨૦૨૩ ના રોજ પાટલામહુ ગામે થી ગુમ થઈ ગયેલ હતી.
આ બાળકી ગુમ થઈ ગઈ હતી એ બાબતે સાગબારા પોલીસ સ્ટેશનમાં એમના પિતાએ ફરિયાદ કરતા સાગબારા પોલીસ સ્ટેશનમાં એ – પાર્ટ ૧૧૮૨૩૦૨૧૨૩૦૦૪૧/૨૦૨૩ ઈ.પો.કો.કલમ મુજબ ગુનો દાખલ કરીને કાયદેસરની કાર્યવાહી હાથ ધરવામાં આવી હતી.
જે ગુના બાબતની શોધખોળ માટે તપાસ એસ.ઓ.જી નર્મદા અને એલ. સી. બી.નર્મદા ને સોપતા આ બને શાખાના અધિકારીઓ તથા માણસો જે અન્વયે શ્રી સંદીપસિંહ પોલીસ મહાન નિરીક્ષક વડોદરા વિભાગ તથા પોલીસ અધિક્ષક શ્રી પ્રશાંત સુબે સાહેબ નર્મદા તથા નાયબ પોલીસ અધિક્ષક શ્રી જી. એ.સરવૈયા રાજપીપળા ડિવિઝન નાઓએ સદર ગુનાના કામે ભોગ બનનારને શોધી કાઢવા અંગે માર્ગદર્શન અને સૂચના આપેલ જે અન્વયે શ્રી એચ. કે. મકવાણા પોલીસ ઇન્સ્પેક્ટર એસ. ઓ. જી. નર્મદા ઇન્ચાર્જ એલ.સી.બી. નર્મદા તથા એસ.ઓ.જી. નર્મદા તથા એલ.સી.બી. નર્મદાના સ્ટાફના માણસોએ હ્યુમન સોર્સીસ મારફતે માહિતી મેળવી સદર કામે ભોગ બનનારને ગુનો દાખલ થયા ના ગણતરી ના કલાકોમાં શોધી કાઢી તેના વાલી વારસો સાથે મેળાપ કરાવી પ્રશંસાપાત્ર કામગીરી કરેલ છે.
પત્રકાર – દિનેશ વસાવા, દેડિયાપાડા