શ્રોત : ગ્રામિણ ટુડે ન્યુઝ, નર્મદા સર્જનકુમાર
ડેડીયાપાડા ના બોરીપીઠા ગામમાંથી વધુ એક બોગસ ડોક્ટરને ઝડપી પાડતી એલ.સી.બી નર્મદા;
જિલ્લામાં અંતરિયાળ વિસ્તારો માં ડિગ્રી વિના દવાખાના ચલાવતા ડોકટરો, આદિવાસીઓ માં સ્વાસ્થ્ય સાથે ચેડાં;
નર્મદા એલસીબી સ્ટાફ ના માણસો ને બાતમી મળેલ કે ડેડીયાપાડા પો.સ્ટે. વિસ્તારના બોરીપીઠા ગામે એક ઇસમ દવાખાનું ચલાવે છે જે બાતમી આધારે પી.એચ.સી ખેડીપાડા ખાતેથી મેડીકલ ઓફીસર ડો. હેતલબેન ભીમસીંગભાઇ નાયક નાઓને સાથે રાખી ડેડીયાપાડા પો.સ્ટે.ના બોરીપીઠા ગામે એક ઇસમ તબીબી ડીગ્રી અને લાયકાતના સર્ટીફિકેટ વગર દવાખાનુ ખોલી તબીબી પ્રેક્ટીસ કરતા હોવાની જણાયેલ જે દવાખાના ઉપર રેડ કરતા સુજીત પધ્માલોયન બિસ્વાસ હાલ રહે. બોરીપીઠા તા.ડેડીયાપાડા જી.નર્મદા મુળ રહે.કેવડી બજાર ફળીયુ, તા.ઉમરપાડા જી.સુરત તેમજ મુળ રહે.બલ્લુબપુર તા.શાંતિપુર જી.નદિયા (વેસ્ટ બંગાળ) નાનો દવાખાનુ ચલાવતો હોવાનું જણાઇ આવેલ. સદર ઇસમને મેડીકલ ડીગ્રી કે સર્ટી અંગે પુછપરછ કરતાં આવા કોઇ સર્ટી નહી હોવાનું જણાવતા એલોપેથીક ટેબલેટો તથા પોઇન્ટ ચઢાવવાના બોટલો, સીરીંજ(નીડલો) ઇન્જેકશનો, તથ ગુળીઓ તથા મેડીકલ પ્રેક્ટીસ કરવા અંગેની સાધન સામગ્રી સહિત કુલ્લે કિ.૪૨,૩૯૯.૬૬/- ના મુદ્દામાલ સાથે ઝડપી પાડી આ બોગસ ડોક્ટર વિરૂધ્ધ ઇ.પી.કો. ક્લમ ૩૩૬ તથા ડ્રગ્સ એન્ડ કોસ્મેટીક એક્ટ ૧૯૪૦ની કલમ ૨૭(બી)ર તથા ધી ગુજરાત મેડીકલ પ્રેક્ટીશનર એક્ટ- ૧૯૬૩ ની કલમ ૩૦ તથા ૩૫ મુજબ ડેડીયાપાડા પો.સ્ટે.માં ગુનો રજીસ્ટર કરી કાયદેસરની કાર્યવાહી કરવામાં આવી.