શ્રોત : ગ્રામીણ ટુડે ન્યુઝ, નર્મદા સર્જનકુમાર
ડેડીયાપાડા તાલુકા ખાતે આવેલ નર્મદા ખેડૂત સહાય કેન્દ્ર માં ખાતર માટે લોકોની ભીડ જોવા મળી હતી. હાલ ચોમાસાની શરૂઆત પણ નથી થઈ તેમ છતાં ચોમાસા દરમ્યાન યુરિયા તેમજ ડીએપી ખાતર ની અછત સર્જાતી હોવાથી લોકો અત્યાર થી જ ખાતર લેવા માટે લાઈન લગાવી છે. ત્યારે યોગ્ય વ્યવસ્થા ને અભાવે કોવિડ 19 ના નિયમોનો સરેઆમ ભંગ થતો હોય એમ લાગી રહ્યું છે.હાલ કોરોના ની મહામારીમાં માંડ થોડા દિવસ થી કેસોમાં ઘટાડો થઈ રહ્યો છે ત્યારે ખાતર માટે ડેપો પર ભીડ ને કારણે કોરોનાની ગાઈડ લાઈન નું પાલન થતું નથી. ત્યારે નર્મદા ખેડૂત સહાય કેન્દ્ર માં લોકોમાં સોશ્યિલ ડિસ્ટન્સ નો અભાવ જોવા મળ્યો હતો. તેમજ કોવિડ 19 નિયમોનો ધજાગરા ઉડતા ફરીથી કોરોનાનું સંક્રમણ ફેલાય તેવી ભીતિ સેવાઇ રહી છે.