
શ્રોત: ગ્રામીણ ટુડે ન્યુઝ, નર્મદા સર્જનકુમાર
નર્મદા જીલ્લામાં બહુ ચર્ચિત કિસ્સો થોડા દિવસ થી સોસીયલ મીડિયામાં ચાલી રહેલી ઘટના બાબતે ડેડીયાપાડા ચાર રસ્તા ખાતે મહિલા પર થયેલ દુષ્કર્મના પગલે લોક ટોળાએ મચાવી તોડફોડ;
તારીખ ૨ ઓગષ્ટના રોજ ડેડીયાપાડામાં થયેલ દુષ્કર્મ બાબતે સામાજિક આગેવાનો દ્વારા વિરોધ પ્રદર્શન કરવામાં આવ્યું હતું અને આવેદનપત્ર પણ પ્રાંત કચેરીએ આપવામાં આવ્યું હતું, પરંતુ ગુનો આચરનારના ડેડીયાપાડા ચાર રસ્તા ખાતે અજય ભજીયા હાઉસ તેમજ પાણીપુરી ની રીક્ષા અને અજય ફૂટવેર નામની ચંપલ ની દુકાન આવેલી છે, લોક ટોળું આ જોઈને આદિવાસી મહિલા પર થયેલ અત્યાચારના કારણે રોષે ભરાયા હતા, અને તમામ દુકાનો પર પોહચી લોક ટોળાએ તોડફોડ કરી હતી, આ ઘટના ને પગલે ડેડીયાપાડા પોલીસ તાત્કાલિક ઘટના સ્થળે પોહચીને મામલા ને થાળે પાડ્યો હતો. ઘટનામાં દુકાન ની તમામ સામગ્રીઓ વેર વિખેર થઈ ગઈ હતી, અને દુકાન પર કોઈ અનિચ્છનીય બનાવ ના બને તે માટે પોલીસ જવાનો ને ઘટના સ્થળે બંદોબસ્ત માટે તૈનાત કરી દેવામાં આવ્યા છે.