શ્રોત: ગ્રામીણ ટુડે ન્યુઝ, ડાંગ રામુભાઈ માહલા
જાતિનો દાખલો મેળવવા માટે ચાર પેઢી, અને સોગંધનામાં ફરજીયાત કરે છે. તે બાબતે જાગૃત આદિવાસી જન એકતા સંગઠન દ્વારા ડાંગ જીલ્લા કલેક્ટરને આવેદનપત્ર આપવામાં આવ્યું અને માંગણી કરાઈ કે ઉપરોક્ત વિષયે આપ સાહેબને જણાવવાનું કે અમારા ડાંગ જિલ્લામાં 100 % આદિવાસી લોકો રહે છે. પાછલાં દિવસોમાં રાજ્યમાં બીજા જિલ્લાઓ મા સરકારી નોકરી મેળવવા માટે જાતિના દાખલા બાબતે કૌભાંડો થયા હતા. કૌંભાડ કરનાર નેતાઓ કે અધિકારીઓ ના પાપે અમારા ડાંગના આદિવાસી લોકો, ખેડૂતો અને ખાસ કરીને વિદ્યાર્થીઓ ભોગ બની રહ્યા છે. નવાઈની વાત તો એ છે કે આટલું બધું લોકો સાથે અન્યાય થઈ રહ્યો છે છતાં પણ, જિલ્લાના ધારાસભ્યશ્રી, જિલ્લા પંચાપતના પ્રમુખશ્રી અને ચૂંટાયેલા અમારા તમામ પ્રતિનિધિઓ શા માટે આ બાબતે ચૂપ છે? આર્થિક રીતે ગરીબ અને લાચાર વિદ્યાર્થીઓના વાલીઓની ક્યાં જશે…! એક ઑફિસે થી બીજી ઓફિસ ફરી ફરી ને કટાળી રહ્યા છે. કેટલાક બાળકોને તો આ નીતિના કારણે અભ્યાસ છોડી દેવો પડશે એમાં કોઈ શંકા નથી. એક તરફ ખેડૂતો માટે હાલમાં સરકાર બિયારણ પૂરું પડી રહીં છે. એ પણ જાતિના દાખલા વગર સહાય શક્ય નથી તો આ નીતિ દ્વારા અમારા ડાંગ જિલ્લાના ખેડૂતો સહાયથી પણ વંચિત રહી જાય તો નવાઈ નહી….!
ચૂંટણી સમયે ડો.વારો માટે જાતિનો દાખલો મળી જાય તો વિધાર્થીઓ અને ખેડૂતોને શા માટે ચાર પેઢી માં ફસાવી રહ્યાં છો? જાતિ નો દાખલો હાથ માં આવે ત્યાં સુધી. 2000 રૂપિયા જેટલો ખર્ચ થઈ જવાં પામે છે,
ઉપરોક્ત બાબતે આપ ને વિદિત થાય કે વિદ્યાર્થીઓ અને ખેડૂત ખુબજ પરેશાન થઈ રહયા છે. માટે, આપ સાહેબને નમ્ર વિનંતી કે આદિવાસીઓની લાગણીઓને સમજીને તત્કાલિક આ ચારપેઢી વાળી ગરીબો અને અભણ લૂંટવાવાળી કે હેરાન કરવાવાળી નીતિ રદ કરી સહેલાઈ થી જ્ઞાતિનાં દાખલાઓ મળી રહે તેવી સુવિધાઓ પુરી પાડો એવી માંગ જાગૃત આદિવાસી જન એકતા સંગઠન દ્વારા આવેદનપત્ર આપીને કરવામાં આવી છે.