
શ્રોત : ગ્રામીણ ટુડે ન્યુઝ, 24×7 વેબ પોર્ટલ
ગાંજા ના ગુનામાં નાસતા ફરતા આરોપીને પકડી પાડતી એસ.ઓ.જી.પોલીસ નર્મદા:
પ્રાપ્ત માહિતી અનુસાર દેડિયાપાડા પોલીસ સ્ટેશન નો ગાંજા નો આરોપી છેલ્લા આઠેક મહિના થી સંતાકૂકડી રમાડતો હતો એ આરોપી ને પકડી પાડવા માટે શ્રી પ્રદીપસિંહ સાહેબ પોલીસ મહાનિરીક્ષક વડોદરા વિભાગ, વડોદરા તથા શ્રી પ્રશાંત સુંબે સાહેબ પોલીસ અધિક્ષક નર્મદા નાઓનાં માર્ગદર્શન અને સૂચના મુજબ જિલ્લાના નાસતા ફરતા આરોપીઓને પકડવા સારું પરિણામલક્ષી કામગીરી કરવા સૂચના અનુસંધાને પોલીસ ઈન્સ્પેક્ટર જે.બી.ખાંભલા એલસીબી ઇન્ચાર્જ,એસ. ઓ. જી. નર્મદા તથા સ્ટાફ ના માણસો દ્વારા નર્મદા જિલ્લાના ગુનાના કામે નાસતા ફરતા આરોપીઓને ઝડપી પાડવા વોચ તેમજ ખાનગી બાતમીદારથી બાતમી હકીકત મેળવી દેડિયાપાડા પોલીસ સ્ટેશનમાં ગાંજાના ગુના ના કામનો નાસતો ફરતો આરોપી અકીલ યુસુફ ધોબી (શેખ) રહે. ખાપર તા. અક્કલકુવા જીલ્લો. નંદુરબાર (મહારાષ્ટ્ર) નાને દેડિયાપાડા પો.સ્ટે. ગુ.ર.ન.પાર્ટ (બી)૧૧૮૨૩૦૦૪૨૨૦૨૩૩/૨૦૨૨ NDPS Act ની કલમ ૮ સી ૨૦.૨૯ મુજબના ગુના કામનો પોતાના ઘરે ખાપર (મહારાષ્ટ્ર) ખાતે હોવાની ચોક્કસ બાતમી મળેલ જે અનુસંધાને આજરોજ એસ.ઓ.જી.ટીમના માણસોએ ખાપર તા. અક્કલકુવા જીલ્લો નંદુરબાર (મહારાષ્ટ્ર) ખાતેથી ઝડપી પાડી ગુના કામે આગળની કાર્યવાહી કરવા આરોપીને દેડિયાપાડા પોલીસ સ્ટેશન ખાતે સોંપવામાં આવેલ છે.
કામગીરી કરનાર પોલીસ અધિકારી/ કર્મચારી:
(૧) પોલીસ ઇન્સ્પેક્ટર જે.બી. ખાંભલા એલસીબી ઇન્ચાર્જ એસ.ઓ. જી. નર્મદા
(૨) અ.હે.કો. ચંદનભાઈ સંપતભાઈ બ. ન. ૭૭૬
(૩)આ.પો.કો અલ્પેશભાઈ હીરાભાઈ બ. ન. ૧૮૩
પત્રકાર – દિનેશભાઈ વસાવા, દેડિયાપાડા