
શ્રોત: ગ્રામીણ ટુડે ન્યુઝ, નર્મદા સર્જનકુમાર
કોરોના કહેર વચ્ચે તાઉ’તે વાવાઝોડું કઈ ઓછુ હતું કે ખોપી ગામના એક કાચા ઘરમાં આગજની, લાખોની ઘરવખારી બળીને ખાક: પરિવાર પર તુટ્યો દુઃખનો પહાડ! સાગબારા તાલુકાના ખોપી ગામે આકસ્મિક રીતે કાચા ઘરમાં અચાનક આગ લાગવા પામી હતી, નજર સામે આખું ઘર બળી ને ખાક થઇ જવા પામ્યું… લોકો આવ્યા મદદે
નર્મદા જીલ્લાના સાગબારા પંથકમાં આગની ઘટનાઓ વખતે લોકોએ રહેવું પડે છે ભગવાન ભરોસે! તંત્ર દ્વારા કોઈ આગવું પગલું નહિ ભરાઈ તો હજુ કેટલાં ઘરો થાશે સ્વાહા?
જેમાં ખૂબ જ મોટા પાયે નુકસાન થયાની માહિતી પ્રાપ્ત થયેલ છે, દેડીયાપાડા તેમજ સાગબારા પંથકમાં આવી ઘટના વારંવાર બનતી હોય છે. તંત્રને વારંવાર સ્થાનિક દ્વારા રજૂઆતો કરવા તેમજ તાલુકામાં અગ્નિશામકના સાધનોના અભાવના કારણે તેમજ આદિવાસી વિસ્તારમાં મોટા ભાગના કાચા ઘર હોવાના કારણે આગ લગતા ખૂબ જ મોટા પાયે નુકસાન થઈ રહ્યું છે.
પ્રાપ્ત માહિતી મુજબ ખોપી ગામના વસાવા વસંતભાઈ રૂપજીભાઈ જેમના ઘરમાં સાંજે ૫:૩૦ વાગ્યા ની આસપાસ અચાનક આકસ્મિક રીતે આગ લાગતાં ઘર વપરાશના સાધનો તેમજ ઘરમાં રહેલ રોકડ રકમ, ખાવા-પીવાની વસ્તુઓ બળીને ખાખ થઈ ગઈ છે. અને એક બળદ નું આગ ને કારણે મોત નિપજ્યું છે, જ્યારે ત્રણ મૂંગા પશુ ઓ નો આબાદ બચાવ થયો છે.
પરિવારો અગ્નિ શામક તંત્રની રાહ જોઈ બેઠા છે! કાચું ઘર હોવાના કારણે ઘરમાં લાગેલી આગને કાબૂમાં લેવા મુશ્કિલ પડી રહી છે, અને લોકોનું કહેવું છે કે તંત્ર વહેલી તકે ઘટના સ્થળની મુલાકાત લઇ યોગ્ય વળતર આપે, સાથે જ સાગબારા તેમજ દેડીયાપાડા નાં ગ્રામ્ય વિસ્તારોમાં ફાયર સેફ્ટીની સુવિધા તાત્કાલીક તંત્ર દ્વારા પૂરી પાડવામાં આવે એવું સ્થાનિકનું કહેવું છે.